મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ચૂંટણી સમયે 'હું રાજકોટમાં જ રહેવાનો છું' કહેનારા રૂપાલા પ્રચારમાં વ્યસ્ત, અગ્નિકાંડ બાદ ફરક્યા પણ નથી

અમરેલીથી રાજકોટમાં લોકસભા ચૂંટણી લડવા આવ્યા ત્યારે હું રાજકોટમાં જ રહેવાનો છું તેમ કહેનાર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા

ચૂંટણી સમયે 'હું રાજકોટમાં જ રહેવાનો છું' કહેનારા રૂપાલા પ્રચારમાં વ્યસ્ત, અગ્નિકાંડ બાદ ફરક્યા પણ નથી

અમરેલીથી રાજકોટમાં લોકસભા ચૂંટણી લડવા આવ્યા ત્યારે હું રાજકોટમાં જ રહેવાનો છું તેમ કહેનાર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા ગુજરાતના ઈતિહાસનો સૌથી દર્દનાક અગ્નિકાંડ સર્જાયો અને અત્યંત શોકનું વાતાવરણ છે.

સોશીયલ મીડિયામાં પણ ટીકા

ત્યારે રાજકોટમાં પ્રજા વચ્ચે રહેવાને બદલે પશ્ચિમ બંગાળના ચૂંટણી પ્રચારમાં ધામધૂમથી જોડાતા લોકોમાં ભારે ટીકા થવા લાગી છે. સોશીયલ મીડિયામાં પણ ટીકા થઈ છે.  

રાજકોટમાં પ્રજા વચ્ચે રહેવાને બદલે ચૂંટણી પ્રચારમાં ધામધૂમથી જોડાયા

ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર રૂપાલા એક દિવસ આવ્યા હતા, એઈમ્સ અને ખાનગી હોસ્પિટલની મુલાકાત લઈને જતા રહ્યા હતા. રાજકોટમાં મત માંગવા ટાણે લત્તે લત્તે જતા રબપાલા હવે રાજકોટમાં જ 28 લોકો જીવતા સળગીને દર્દનાક મોતને ભેટ્યા અને આટલો ભીષણ કાંડ સર્જાયો છત્તાં તેઓ રાજકોટમાં રહ્યા નથી. તેવી લોકમુખે ચર્ચા છે.

આ સમાચાર શેર કરો