મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજના આક્રોશ વચ્ચે આજે રૂપાલા દિલ્હીમાં, માફી નહીં પણ ઉમેદવાર બદલવાની માંગ પર સમાજ અડગ

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. રાજકોટની બે

વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજના આક્રોશ વચ્ચે આજે રૂપાલા દિલ્હીમાં, માફી નહીં પણ ઉમેદવાર બદલવાની માંગ પર સમાજ અડગ

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. રાજકોટની બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ સમવાનું નામ જ નથી લેતો. રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા પોતાની વિરુદ્ધ સમગ્ર ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે આજે દિલ્હી દરબારમાં છે.આજે પીએમ નિવાસસ્થાને કેન્દ્રીય કેબિનેટની બેઠક છે. અને તેમાં સામેલ થવા માટે કેન્દ્રીય પ્રધાન પરશોત્તમ રૂપાલા પણ દિલ્હીની મુલાકાતે છે. તેઓ પોતાના નિવેદનને લઈને વિવાદમાં સપડાયા છે.બે વખત માફી માંગી અને પોતાના નિવેદનથી પાર્ટીને સાંભળવાનું થયુ હોવાનું કહી ચૂક્યા છે.

પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ પણ રૂપાલા વિવાદ માટે ડેમેજ કંટ્રોલની કવાયત અને ક્ષત્રિય સમાજ મોટું મન રાખી માફી આપી દે તેવી હાથ જોડી અપીલ કરી ચૂક્યા છે.બીજી તરફ ગુજરાતના રાજવી પરિવારો, ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનો રૂપાલાના નિવેદન પર માફી નહી પણ રાજકોટ ભાજપના આ ઉમેદવાર બદલવાની માંગ પર જ અડગ છે.

આજે પરશોત્તમ રૂપાલ ખુદ દિલ્હી દરબારમાં પહોંચી રહ્યા છે.જેના પર સૌની નજર છે.બીજી તરફ આજે અમદાવાદના ગોતામાં પાટીલ ક્ષત્રિય સમાજના સંકલન સમિતિ સાથે બેઠક કરીને મામલો થાળે પાડવા પણ વધુ એક પ્રયાસ કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો