મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં RTOની કડક કાર્યવાહી, છેલ્લા 2 મહિનામાં 16 લાખથી વધુનો દંડ વસૂલાયો

અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે જેને પગલે તંત્રએ કડક કાર્

અમદાવાદમાં RTOની કડક કાર્યવાહી, છેલ્લા 2 મહિનામાં 16 લાખથી વધુનો દંડ વસૂલાયો

અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે જેને પગલે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. એવામાં અમદાવાદ આરટીઓએ છેલ્લા બે મહિનામાં 16 લાખ 80 હજારનો મેમો વસુલ કર્યો છે. અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમનો ભંગ કરવા બદલ શહેરમાંથી ઠેર ઠેર દંડ વસુલ કરવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરમાં અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે, તેમજ શહેરમાં રસ્તા પર અનેકવાર લોકો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળે છે. જેને પગલે આરટીઓ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને દંડ વસૂલવામાં આવ્યો છે.

આરટીઓ દ્વારા વિવિધ કેસ અંતર્ગત ઉલ્લંઘન કરતા લોકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો :-

  • હેલમેટ ન પહેરવાના 170 કેસ
  • પીયૂસી ન હોવાના 53 કેસ
  • સીટ બેલ્ટ ન લગાવવાના 43 કેસ
  • ઓવર સ્પીડના 140 કેસ
  • રિફલેક્ષના 250 કેસ
  • રોડ સેફટીના 200કેસ

આ સાથે જ તંત્ર દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં છેલ્લા બે મહિનામાં 47 કરતા વધુ લાઇસન્સ સસ્પેન્ડ કર્યા.

આ સમાચાર શેર કરો