મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મેમોથી પ્રજા પરેશાન: RTOએ બીજા કામ પડતાં મૂકી વસૂલ્યો લાખોનો દંડ, સરકારને ઊંધા ચશ્મા પહેરાવી અધિકારીઓ મસ્ત

ગાંધીનગરથી આવતા આદેશનું પોલીસ એવું જડતા પૂર્વક પાલન કરી રહી છે કે પ્રજાજનોમાં સરકાર અને સરકારી તંત્ર

મેમોથી પ્રજા પરેશાન: RTOએ બીજા કામ પડતાં મૂકી વસૂલ્યો લાખોનો દંડ, સરકારને ઊંધા ચશ્મા પહેરાવી અધિકારીઓ મસ્ત

ગાંધીનગરથી આવતા આદેશનું પોલીસ એવું જડતા પૂર્વક પાલન કરી રહી છે કે પ્રજાજનોમાં સરકાર અને સરકારી તંત્ર વિરુદ્ધ મેમોકાંડ મુદ્દે અવાજ ઉઠવા લાગ્યો છે.  અમદાવાદમાં કોમ્બિંગ નાઈટ જાહેર કરી RTOના દંડના ઓછામાં ઓછા 100 મેમો વાહનચાલકોને આપવાના આદેશ કરવામાં આવતાં પોતાના વાહનો લઈને નીકળેલી પ્રજા જાણે આંતકવાદી હોય તેમ રાતના સમયે વાહનો ડિટેઈન કરવામાં આવ્યાં હતા.

 મેમો કાર્યવાહીથી પાંચ દિવસમાં 33 લાખની આવક 

આ પ્રકારે અમુક વિસ્તારમાં પ્રજા વિરોધી પોલીસ કામગીરીથી પ્રજા અને RTO તંત્ર ત્રસ્ત થઈ ગયાં છે. RTO કચેરીમાં બુધવારે પણ દંડ ભરવા માટે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યાં હતાં. પોલીસે આપેલા મેમો ભરવા માટે માત્ર 200 ટોકન આપવામાં આવે તો સ્થિતિ વણસે તેવી હતી, માટે સવારથી જ તંત્રે કચેરીના બીજા કામો પડતાં મૂકીને પોલીસે આપેલાં મેમોના દંડ વસુલવાની કામગીરી માટે સ્ટાફ ફાળવવો પડ્યો હતો. અગાઉ બે ક્લાર્ક અને એક એક ઈન્સ્પેક્ટર જ આ કામગીરી હતા. ત્યારે હવે 15 ક્લાર્ક અને 5 ઈન્સ્પેક્ટર સહિત કુલ 45 કર્મચારીઓનો સ્ટાફ દંડ વસપલાત માટે સક્રિય કરાયો હતો. પોલીસ મેમો કાર્યવાહીથી પાંચ દિવસમાં 33 લાખની આવક થઈ છે. 

આ પણ વાંચો: ભાજપના નવા સંગઠનમાં આ લોકોને જ મળશે સ્થાન, પાર્ટીએ જાહેર કર્યા માપદંડ

જન હિતના નામે શરૂ કરવામાં આવેલું વાહનચેકીંગ વિવાદનું કાર્ય

જન હિતના નામે શરૂ કરવામાં આવેલું વાહનચેકીંગ અણઘડ કાર્ય પદ્ધતિના કારણે વિવાદનું કાર્ય બની રહ્યું છે. રાતના સમયે સામાન્ય પ્રજાજનોને પરેશાન થવું પડે તેવી કામગીરી કરતાં પોલસ તંત્રમાંથી જ શુદ્ધતાની શરૂઆત થવી જોઈએ તેવી લોકચર્ચા જાગી છે.

સામાન્ય વાહન ચાલકો પાસેથી 3થી5 હજારનો દંડ

સામાન્ય વાહન ચાલકો પાસેથી 3થી5 હજારનો દંડ વસુલવામાં આવતા સંખ્યાબંધ લોકો નાણાંભીડ વચ્ચે ફાંફે ચડ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રાતના સમયે ઘરે પરત ફરતાં હોય ત્યારે અણઘડ રીતે RC બૂક સહિતના કાગણો માંગીને વાહનો ડીટેઈન કરવાની જડતાપૂર્વકની પોલીસની કાર્યવાહી સામે જન આક્રોશ યથાવત છે.

આ સમાચાર શેર કરો