સુરતમાં RTEના વિદ્યાર્થીઓના વાલીઓએ ખોટી વિગત આપી લીધા એડમિશન, શાળાએ માગી ફી
આરટીઈના વિદ્યાર્થીઓ પાસેથી શાળા દ્વારા ફી લેવામાં આવતી નથી. જો કે, સુરતના અડાજણ વિસ્તારમા

આરટીઈના વિદ્યાર્થીઓ પાસેથી શાળા દ્વારા ફી લેવામાં આવતી નથી. જો કે, સુરતના અડાજણ વિસ્તારમાં સ્થિત ભૂલકા ભવન ખાતે વહેલી સવારે વાલીઓ એકત્ર થયા હતા. જિલ્લા શિક્ષણ અધિકારીના આ પગલાં સામે રોષ ઠાલવ્યો હતો. જિલ્લા શિક્ષણ વિભાગે માહિતી અનુસાર શહેરમાં 100થી વધુ વિદ્યાર્થીઓના એડમિશન રદ કર્યાં છે.
ખોટી વિગતથી પ્રવેશ મેળવ્યો
વિદ્યાર્થીઓના વાલીઓએ ખોટી માહિતી આપી પ્રવેશ મેળવ્યો હોવાનું બહાર આવતા પ્રવેશ રદ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. RTE નિયમો અનુસાર, તે માતા-પિતાના બાળકોને જ પ્રવેશ મળી શકે છે જેમની વાર્ષિક આવક રૂ. 1,50,000થી ઓછી હોય. શિક્ષણ વિભાગની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કેટલાક વાલીઓના ઘર આલીશાન બંગલામાં છે, જ્યાં ફ્રીજ, એસી, અને કાર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.
100 વિદ્યાર્થીના એડમિશન રદ
જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથ પરમારે કહ્યું કે, 'અત્યાર સુધી 100 જેટલા વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે. વાલીઓએ ખોટી માહિતી આપીને નિયમોનો ભંગ કર્યો છે. હજી ચારથી પાંચ શાળાઓમાં તપાસ બાકી છે, અને આ આંકડો વધવાની શક્યતા છે.' RTE હેઠળ પ્રવેશ મેળવનારા કેટલાક વાલીઓએ શાળા તરફથી દબાણની ફરિયાદ કરી છે. ભૂલકા ભવન સ્કૂલમાં વાલીઓને આ સૂચના આપવામાં આવી છે કે તેઓ ફી ભરે અથવા તેમના બાળકો માટે ટ્રાન્સફર સર્ટિફિકેટ (એલસી) લઈ જાય.








