Gandhinagar news: 4 એપ્રિલથી RTE એડમિશનના ભરાશે ફોર્મ, જાણો અરજીને લગતી તમામ મહત્ત્વની વિગતો
રાઇટ ટુ એજ્યુકેશન ઍક્ટ(RTE) અંતર્ગત ખાનગી શાળાઓમાં ધોરણ 1માં નિઃશુલ્ક પ્રવેશ

રાઇટ ટુ એજ્યુકેશન ઍક્ટ(RTE) અંતર્ગત ખાનગી શાળાઓમાં ધોરણ 1માં નિઃશુલ્ક પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા આગામી 4 એપ્રિલ, 2026થી શરૂ થશે. આ અંગે પ્રાથમિક શિક્ષણ નિયામકે નોટિફિકેશન જાહેર કરીને જાણકારી આપી છે.
RTE એડમિશન માટે 4 એપ્રિલથી ભરાશે ફોર્મ
RTE ઍક્ટ 2009 અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2026-27માં નબળા અને વંચિત પરિવારમાંથી આવતા બાળકોને બિન અનુદાનિત ખાનગી શાળાઓમાં વિનામૂલ્યે ધોરણ-1માં પ્રવેશ મેળવવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. આ માટે RTEની સત્તાવાર વેબસાઇટ rte.orpgujarat.com પર આગામી 4 એપ્રિલથી 17 એપ્રિલ, 2026 દરમિયાન RTE હેઠળ ધોરણ-1 માટે ઓનલાઇન ફોર્મ ભરી શકશે.
RTEમાં ફોર્મ ભરતી વખતે કયા કયા આધાર-પુવારા રજૂ કરવા સહિતની માહિતી સત્તાવાર વેબસાઇટ પરથી મળી રહેશે. આમ, અરજદારે નિયત સમયમર્યાદામાં ઓનલાઇન ફોર્મ ભરીને ક્યાંય જમા કરાવવાનું રહેશે નહીં.





