VIDEO : ₹24 કરોડનો પથમપુરા બ્રિજ એક વર્ષમાં જ બિસ્માર! ધારાસભ્ય કેતન ઇનામદાર લાલઘૂમ
વડોદરાના સાવલી ઉદલપુર માર્ગ પર આવેલો પથમપુરા બ્રિજ માત્ર એક જ વર્ષમાં બિસ્

વડોદરાના સાવલી ઉદલપુર માર્ગ પર આવેલો પથમપુરા બ્રિજ માત્ર એક જ વર્ષમાં બિસ્માર થઈ જતાં ભારે વિવાદ સર્જાયો છે અને માર્ગ અને મકાન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આશરે 24 કરોડના ખર્ચે બનેલા આ નવા બ્રિજનું એક વર્ષ અગાઉ જ લોકાર્પણ થયું હતું, પરંતુ અત્યારથી જ તેના પોપડા ઉખડવા લાગ્યા છે અને સળિયા દેખાવા માંડ્યા છે, જેને છુપાવવા માટે તંત્ર દ્વારા ડામર પાથરીને થીંગડા મારવાનું શરૂ કરી દેવાયું છે. કોન્ટ્રાક્ટરની આ હલકી ગુણવત્તાવાળી કામગીરીને પગલે સ્થાનિક ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર ભારે અકળાયા છે અને તંત્ર સામે લાલઘૂમ થયા છે. અગાઉ તેમણે આ મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી હોવા છતાં કોઈ નિકાલ ન આવતાં આખરે પોતાની જ સરકારમાં ધારાસભ્યએ મેદાને આવવું પડ્યું છે, જેના કારણે રાજકીય ગરમાવો આવી ગયો છે. ધારાસભ્ય એક્શનમાં આવતા જ R&B વિભાગ દોડતો થયો છે, જ્યારે બીજી તરફ તંત્ર પર ધાક-ધમકી અને દબાણના આક્ષેપો પણ થઈ રહ્યા છે. આ સાથે જ તેમણે આ સમગ્ર ભ્રષ્ટાચાર મામલે તાકીદે વિજિલન્સ તપાસ કરાવીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.




