VIDEO: ચોમાસાની તૈયારીઓને લઈને વડોદરા પોલીસ દ્વારા પ્રિમોન્સૂન નિર્દેશન કાર્યક્રમનું આયોજન
આગામી ચોમાસાની તૈયારીઓને લઈને વડોદરા પોલીસ દ્વારા પ્રિમોન્સૂન નિર્દેશ

આગામી ચોમાસાની તૈયારીઓને લઈને વડોદરા પોલીસ દ્વારા પ્રિમોન્સૂન નિર્દેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. શહેર પોલીસ હેડક્વાર્ટરમાં યોજાયેલા આ જોઈન્ટ વર્કશોપમાં મોનસૂન પહેલાની તૈયારીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિષય પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. વડોદરા શહેર પોલીસ, NDRF, SDRF, ફાયર વિભાગ, સિવિલ ડિફેન્સ, હોમગાર્ડ અને ટ્રાફિક બ્રિગેડની ટીમ જોડાઈ હતી. આધુનિક ટેક્નોલોજી અને સાધનસામગ્રીથી સજ્જ રહીને ચોમાસા દરમિયાનની કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા તંત્ર તૈયાર છે.




