VIDEO:વડોદરા પર પાણીનું સંકટ: આજવા સરોવર ૨૦૬ ફૂટ પર પહોંચતા તંત્રની ચિંતા વધી
વડોદરા શહેરની જીવાદોરી સમાન આજવા સરોવરની જળસપાટી ૨૦૬ ફૂટ સુધી પહ

વડોદરા શહેરની જીવાદોરી સમાન આજવા સરોવરની જળસપાટી ૨૦૬ ફૂટ સુધી પહોંચતા શહેરમાં પાણીના ગંભીર સંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે. પાલિકા તંત્રના દાવાઓ વચ્ચે હાલ પૂર્વ વિસ્તાર સહિતના અન્ય ઝોનમાં પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે. મહીસાગર નદીમાંથી મળતા પાણીના ઓછા પ્રેશર અને આજવા સરોવરના ઘટતા સ્તરને પગલે સ્થિતિ ચિંતાજનક બની છે.આ અંગે સ્થાયી સમિતિના ચેરમેન વર્ષાબેન વ્યાસે જણાવ્યું હતું કે, જો આજવા સરોવરનું લેવલ જળવાઈ નહીં રહે તો વડોદરાવાસીઓને પીવાનું પાણી પૂરું પાડવા માટે નર્મદા નિગમ પાસેથી પાણી ખરીદવાની નોબત આવશે. આ વિકલ્પ અપનાવવાથી પાલિકાની તિજોરી પર અંદાજે ૭ કરોડ રૂપિયાનો વધારાનો આર્થિક બોજો પડશે.




