Video: વટવાના કેમિકલ વેપારી સાથે 18 કરોડ રૂપિયાની ઠગાઈ થયાનો મામલો

અમદાવાદના વટવાના કેમિકલ વેપારી સાથે 18 કરોડ રૂપિયાની ઠગાઈ થયાનો મામલો સામે આવ્યો છે. આરોપ મુજબ, 70.17 કરોડ રૂપિયાનો કેમિકલ ખરીદીને વેપારીએ 52 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. ખરીદેલા કેમિકલનું પ્રોસેસિંગ કરી વિવિધ પ્રકારની ડાઈઝ બનાવી તેનું ટ્રેડિંગ પણ કરવામાં આવ્યું હતું. જોકે, બાકી નીકળતા 18 કરોડ રૂપિયા ચૂકવવામાં ન આવતાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે સંજય ગુપ્તા નામના વેપારીએ આર્થિક ગુના નિવારણ શાખા (EOW)માં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે ભાનુપ્રસાદ પટેલ નામના વેપારી સામે ગુનો નોંધવામાં આવ્યો છે.








