મહિસાગર: ફોરેક્સમાં નાણાં રોકવાનું કહીને વેપારી પાસેથી 19 લાખ રૂપિયા પડાવ્યા, બંટી-બબલી સામે ફરિયાદ દાખલ
મહિસાગર જિલ્લામાં ફોરેક્સમાં ટ્રેડિંગમાં નાણા રોકો અને સમય મર્યાદામાં પરત મ

મહિસાગર જિલ્લામાં ફોરેક્સમાં ટ્રેડિંગમાં નાણા રોકો અને સમય મર્યાદામાં પરત મળી જશે તેવો ભરોસો આપીને શિક્ષક અને તેની પત્ની સહીત અન્ય 2 લોકોએ એક શખ્સને ફસાવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર ફરિયાદી પાસેથી 19,21,000 આ ટોળકીએ પડાવ્યા હતા.
ભરોસો જીતીને ફરિયાદી પાસેથી 19,21,000 લાખ રૂપિયા પડાવ્યા
આ શખ્સોએ ખોટી માહિતી આપી ત્યાર બાદ ધીમે ધીમે કરીને 19 લાખથી વધુ રૂપિયા પડાવી લીધા હતા. શૈલેષભાઈ મણીભાઈ પટેલ નામનો શખ્સ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ફરિયાદી પાસેથી ટોળકીએ વર્ષ 2022માં રૂપિયા લીધા હતા.
4 લોકો સામે નોંધાઈ ફરિયાદ
શૈલેષભાઈ મણીભાઈ પટેલ,
મનીષાબેન શૈલેષભાઈ પટેલ,
કનૈયાલાલ ધુળાભાઈ વસાવા,
રાહુલ કુમાર ભુપતભાઈ વસાવા
આ પણ વાંચો: જેતપુર - સોમનાથ હાઇવે પર ગ્રામજનોએ કર્યો ચક્કાજામ, જાણો શું છે સમગ્ર વિવાદ
મહિસાગરની ફ્રોડ બંટી બંબલી અને તેમના સાગરીતો વિરુદ્ધ ફરિયાદ
રૂપિયા આપ્યાને ઘણો સમય થયા બાદ પણ પરત ન કરતા કંટાળીને ફરિયાદીએ લુણાવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે મહિસાગરની ફ્રોડ બંટી બંબલી અને તેમના સાગરીતો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.






