સુરેન્દ્રનગર / શાળા છોડીને જતા બાળકોનો સર્વે કરી રોટરી ક્લબ બાળક દીઠ 30 હજારનો ખર્ચ કરી ફરી ભણાવશે
સુરેન્દ્રનગર જિલ્લામાં રોટરી ક્લબ આરોગ્ય બાદ શિક્ષણ ક્ષેત્રમાં પણ પોતાનું યોગદાન આપશે. જે બાળકોના

સુરેન્દ્રનગર જિલ્લામાં રોટરી ક્લબ આરોગ્ય બાદ શિક્ષણ ક્ષેત્રમાં પણ પોતાનું યોગદાન આપશે. જે બાળકોના વાલી પાસે બાળકોની ફી ભરવાની ક્ષમતા નથી તેવા બાળકોને દત્તક લઈ રોટરી કલબ અભ્યાસ માટે મોકલશે.
સુરેન્દ્રનગર જિલ્લાની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા રોટરી ક્લબે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં જે બાળકો આર્થિક સ્થિતિને કારણે શાળા છોડી દે છે તેવા બાળકોને ફરી ભણાવવા માટે રોટરી ક્લબ સ્કોલરશિપ પ્રોગ્રામ હેઠળ આવા બાળક દીઠ રૂ.30,000નો ખર્ચ કરશે. આવા બાળકોને શોધી કાઢવા માટે વિસ્તૃત સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
રોટરી ક્લબે હાથ ધરેલા સર્વેમાં પ્રાથમિક ધોરણે આવા 200 બાળકોના નામ સામે આવ્યા છે. રોટરી ક્લ્બ આ તમામ બાળકોના વાલીઓનો સંપર્ક કરીને તેમના બાળકો પાછળ ખર્ચ કરીને ફરી શાળા પ્રવેશ કરાવશે અને શિક્ષિત કરશે.
આ ઉપરાંત ધોરણ-10 અને 12 પાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓને સ્કિલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ હેઠળ વિવિધ તાલીમ આપીને રોજગાર અપાવવામાં મદદ કરવામાં આવશે.






