સુરતમાં ટ્રાફિક સિગ્નલ કાર્યરત, નિયમોનું પાલન કરનારને ગુલાબ આપી કરાયા સન્માનિત
સુરતમાં થોડા દિવસોથી ટ્રાફિક સગ્નલ કાર્યરત થઈ ગયા છે. ત્યારે આ સિગ્નલની લાલ-લીલી લાઈટના આધારે વાહનચાલ

સુરતમાં થોડા દિવસોથી ટ્રાફિક સગ્નલ કાર્યરત થઈ ગયા છે. ત્યારે આ સિગ્નલની લાલ-લીલી લાઈટના આધારે વાહનચાલકો પણ નિયમોનું પાલન કરતાં થઈ ગયા છે.ત્યારે ટ્રાફિકનું પાલન કરનાર વાહનચાલકોને સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા સન્માનિત કરાયા હતાં. સામાજિક પરિવર્તનની સ્વીકૃતિના ભાગ રૂપે ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું. ટ્રાફિક સર્કલ પર સિગ્નલ પર ગાડી રોકનારા વાહનચાલકોને ગુલાબનું ફૂલ આપી સન્માનિત કરાયા હતાં.
સિગ્નલ પર ઉભા રહેનારનું સન્માન
શહેર પોલીસ દ્વારા દરેક ટ્રાફિક પોઈન્ટ પર સિગ્નલ મૂકવામાં આવ્યા છે. જેનું સુરતની જાહેર જનતા દ્વારા સારી રીતે પાલન કરવામાં આવી રહ્યું છે. જાહેર જનતાનું ટ્રાફિક અનુશાસન જોઈને કતારગામના આંબાતલાવડી ખાતે શ્રીમતી એમ. એમ. ખેની ભવનની બાજુમાં આવેલા આંબા તલાવડી ચાર રસ્તા, લક્ષ્મીકાંત વાડી (વડલો) સર્કલ અને ગજેરા સ્કૂલ પાસેના ટ્રાફિક સર્કલ પર સિગ્નલ પર ગાડી રોકીને પોતાની ફરજ પૂરી કરતાં વાહનચાલકોને બિરદાવામાં આવ્યા હતાં.
હોદ્દેદારો જોડાયા
સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા દરેક વહાનચાલકોને ગુલાબનું ફુલ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ટ્રસ્ટના ઉપપ્રમુખ ધીરુભાઈ માલવીયા, ઉપપ્રમુખ બાબુભાઈ ગુજરાતી, મંત્રી સુરેશચંદ્ર પટેલ, સહ મંત્રી ઉમેશભાઈ ગોટી અને કારોબારી સભ્ય રાકેશભાઈ અણઘણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટના કર્મચારીઓ, લાયબ્રેરીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને આસપાસની સોસાયટીના પ્રમુખ પણ સાથે જોડાયા હતા.






