મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઇડરમાં 15 લાખની લૂંટનો બનાવ, પોલીસ સ્ટેશન પાસે જ લૂંટાયો યુવાન

સાબરકાંઠામાં 15 લાખથી વધુની લૂંટનો બનાવ સામે આવ્યો છે. બાઈક ઉપર આવેલા બે ઈસમો 15 લાખથી વધુ

ઇડરમાં 15 લાખની લૂંટનો બનાવ, પોલીસ સ્ટેશન પાસે જ લૂંટાયો યુવાન

સાબરકાંઠામાં 15 લાખથી વધુની લૂંટનો બનાવ સામે આવ્યો છે. બાઈક ઉપર આવેલા બે ઈસમો 15 લાખથી વધુ લુંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

સાબરકાંઠાના ઇડરમાં 15 લાખથી વધુની લૂંટનો બનાવ સામે આવતા પોલીસ તંત્ર દોડતું થયું છે. ઇડરમાં પોલીસ મથકથી માત્ર 200 મીટરના અંતરે લાખોની લૂંટને અંજામ આપવામાં આવ્યો છે. બેંક નીચે ઓટો રીક્ષામાં બેસવા જતાં યુવાન પાસેથી આશરે 15 લાખ ઝૂંટવી અજાણ્યાં ઈસમો ફરાર થઇ ગયા છે. બપોરના સમયે બેંકમાં કેશ ઉપાડીને જતો યુવાન ઘરે જતો હતો તે દરમિયાન લૂંટનો બનાવ બન્યો હતો. એયુ સ્મોલ ફાઇનાન્સ તેમજ પંજાબ નેશનલ બેન્કમાંથી કેશ ઉપાડી જતો યુવાન સત્યમ ચોકડી પાસે લૂંટાયો હતો.

જો કે લૂંટની ઘટના સામે આવતા જ ઇડર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. યુવાને સમગ્ર મામલે ઈડર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથધરી છે. ઈડર સત્યમ ચોકડી પાસે આશરે 15 લાખની લુંટ થતાં પોલીસ તંત્ર દોડતું થયું છે.

આ સમાચાર શેર કરો