મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મધદરિયે ચાલતી રો-રો ફેરીનો દારૂની હેરાફેરી માટે ઉપયોગ? બોઈલરમાંથી અધધ..18 હજાર બોટલ ઝડપાઈ

ગુજરાતમાં દારૂબંધી છે. જેથી દારૂને ઘુસાડવા માટે બુટલેગરો અવનવી તરકીબોની સાથે રસ્તા અપ

મધદરિયે ચાલતી રો-રો ફેરીનો દારૂની હેરાફેરી માટે ઉપયોગ? બોઈલરમાંથી અધધ..18 હજાર બોટલ ઝડપાઈ

ગુજરાતમાં દારૂબંધી છે. જેથી દારૂને ઘુસાડવા માટે બુટલેગરો અવનવી તરકીબોની સાથે રસ્તા અપનાવતા હોય છે. ત્યારે હવે ટ્રેન અને રોડ મારફતે દારૂની હેરાફેરી પર નજર રાખવામાં આવી રહી હોવાથી બુટલેગરોએ મધદરિયે ચાલતી રો-રો ફેરી સર્વિસમાં દારૂની હેરાફેરી કરતાં હોય તે રીતે થોડો નહી પણ અધધ કહી શકાય તેટલો 19.20 લાખની કિંમતનો 18 હજાર બોટલ દારૂ ઝડપી લીધો છે.

આ પણ વાંચોઃ સુરતમાં ગેરકાયદેસર ડોમ બનાવનાર સામે તવાઈ,  SMCએ કતારગામ વિસ્તારમાં સીલ મારવાની કાર્યવાહી કરી શરૂ

બોઈલરમાં થતી હેરાફેરી

સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી બાતમીના આધારે હજીરા રો- રો ફેરી પાર્કિંગમાં આઇસર ટેમ્પોના બોઇલરમાંથી દારુ ઝડપી પાડ્યો હતો. SMCએ 30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. લાખોનો દારુ પકડાતો રહે છે અને તેમાં સ્થાનિક પોલીસની ઘોર બેદરકારી અને નિષ્કાળજી જોવા મળે છે. ત્યારે સ્થાનિક પોલીસ સામે પણ કાર્યવાહી થતી હોય છે.

બે આરોપી ઝડપાયા

હજીરા રોરો ફેરીના પાર્કિંગમાં રહેલા સ્ટીમ બોઈલરમાંથી 19,200 જેટલી બોટલ દારૂ ઝડપી લેવામાં આવ્યો હતો. બે આરોપી ઝડપાયા છે. જેમાં હુસૈન મહૂબૂબ નદાફ અને હીરાલાલ બાશા નડાફ નામના બે ઈસમોને ઝડપી લેવામાં આવ્યાં છે. બન્ને આરોપીઓના ફોન પણ જપ્ત કરવામાં આવ્યાં છે. દારૂનો જથ્થો વિરાર મુંબઈ મહારાષ્ટ્રથી મોકલવામાં આવ્યો છે. દારૂનો જથ્થો ગીર સોમનાથ વેરાવળ ખાતે મોકલવાનો હતો.

આ સમાચાર શેર કરો