મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમૂલ ડેરી ચૂંટણી: હરીફ ઉમેદવારો પિયુષ રાજ અને ગૌરાંગ પટેલે ભાજપના ઉમેદવાર કાંતિ સોઢાને જાહેર કર્યો ટેકો

આણંદ ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી પહેલાં ભાજપ માટ

અમૂલ ડેરી ચૂંટણી: હરીફ ઉમેદવારો પિયુષ રાજ અને ગૌરાંગ પટેલે ભાજપના ઉમેદવાર કાંતિ સોઢાને જાહેર કર્યો ટેકો

આણંદ ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી પહેલાં ભાજપ માટે આનંદના સમાચાર આવ્યા છે. ચૂંટણીના એક દિવસ પહેલાં જ ભાજપે મોટું ગાબડું પાડી દીધું. આણંદ બ્લોકમાં હરીફ ઉમેદવારો પિયુષ રાજ અને ગૌરાંગ પટેલે ભાજપના ઉમેદવાર કાંતિ સોઢાને ટેકો જાહેર કર્યો છે. જિલ્લા અધ્યક્ષ સંજય પટેલ અને સાંસદ મિતેષ પટેલની હાજરીમાં આ બંને નેતાઓ ભાજપમાં જોડાયા છે. 

આણંદની અમૂલ ડેરીના નિયામક મંડળની ૧૨ બેઠક અને એક વ્યક્તિગત મળીને ૧૩ બેઠકોની ચૂંટણી યોજાવાની હતી. ત્યારે અગાઉ ઠાસરા, બાલાસિનોર, મહેમદાવાદ અને વિરપુર ભાજપે બિનહરીફ જીતી લીધી છે. ત્યારે હવે આણંદ અને ખેડા જિલ્લાની ૮ બેઠકો તેમજ એક વ્યક્તિગત મળીને કુલ ૯ બેઠકો ઉપર આવતી કાલે ચૂંટણી યોજાશે. અમૂલ ડેરીની અંદર તમામ ૯ બેઠકો માટે ૯ મતદાન કેન્દ્રો તૈયાર કરી દેવાયા છે. ત્યારે સવારે ૯થી બપોરે ૩ કલાક સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ જીત નિશ્ચિત કરવા વિવિધ પ્રલોભનો આપી સહેલગાહે લઈ જવાયેલા મતદારોને સીધા ચૂંટણી કેન્દ્ર પર લવાશે તેવું જાણવા મળ્યું છે. 

ભાજપની એક વધુ બેઠક પર જીત નક્કી 

ભાજપની એક વધુ બેઠક પર જીત નક્કી મનાય છે. આણંદના કમલમ ખાતે દિવાળી જેવો ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો. જોકે, ડેરીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે, અને મની તથા મસલ્સ પાવરના ઉપયોગની ચર્ચાઓ પણ ચાલી રહી છે. આ ઘટનાએ ચૂંટણી પહેલાં રાજકીય વાતાવરણને વધુ રસપ્રદ બનાવ્યું છે.   

આ સમાચાર શેર કરો