મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Anand news: અમૂલ ડેરીની ચૂંટણીમાં ભાજપના 3 હોદ્દેદારોએ પક્ષ વિરુદ્ધ નોંધાવી ઉમેદવારી, ત્રણેય સસ્પેન્ડ

આણંદમાં આવેલી એશિયાની સૌથી મોટી અમુલ ડેરીની ચૂંટણીને લઇ રાજકારણ ગરમાયુ છે. ભાજ

Anand news: અમૂલ ડેરીની ચૂંટણીમાં ભાજપના 3 હોદ્દેદારોએ પક્ષ વિરુદ્ધ નોંધાવી ઉમેદવારી, ત્રણેય સસ્પેન્ડ

આણંદમાં આવેલી એશિયાની સૌથી મોટી અમુલ ડેરીની ચૂંટણીને લઇ રાજકારણ ગરમાયુ છે. ભાજપના 3 સભ્યોએ પક્ષ વિરુદ્ધ જઈ ચૂંટણીમાં ઉમેદવારી કરતા પક્ષે ત્રણેયને હોદ્દા પરથી દૂર કરી હાંકી કાઢ્યા છે. 

આણંદમાં અમુલ ડેરીની ચૂંટણીને લઇ સહકારી રાજકરણ ગરમાયુ છે. ભાજપના 3 સભ્યોએ પક્ષ વિરુદ્ધ જઈ ચૂંટણીમાં ઉમેદવારી કરી છે. આણંદ બ્લોકમાં ભાજપના હોદ્દેદાર એવા ખાંધલીના ભરત સોલંકી અને અડાસના પિયુષ રાજે ઉમેદવારી કરતા ભાજપે તેમને પક્ષમાંથી બરતરફ કર્યા છે, જ્યારે સિહોલના રશ્મિ જાદવને પણ ભાજપમાંથી બરતરફ કરાયા છે. પક્ષના હોદ્દા પર હોવા છતાં પક્ષના મેન્ડેડની અવગણના કરતા ભાજપે તેઓની વિરુદ્ધ કાર્યવાહી કરી છે. 

આ સમાચાર શેર કરો