VIDIO:એક્શન મોડમાં ઋતુરાજ દેસાઈ: વડોદરા મનપામાં ચાર્જ સંભાળતાની સાથે જ અધિકારીઓ સાથે મહત્વની બેઠક
વડોદરા મહાનગરપાલિકાના નવનિયુક્ત


વડોદરા મહાનગરપાલિકાના નવનિયુક્ત નાયબ મ્યુનિસિપલ કમિશનર ઋતુરાજ દેસાઈએ આજે વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. પદભાર સંભાળતાની સાથે જ તેમણે એક્શન મોડમાં આવી મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે શહેરમાં ચાલી રહેલા વિકાસલક્ષી કાર્યો અને ખાસ કરીને ચોમાસા પૂર્વેની પ્રિ-મોન્સૂન કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી. અધિકારીઓએ તેમને શહેરની ભૌગોલિક સ્થિતિ અને પ્રોજેક્ટ્સથી માહિતગાર કર્યા હતા. દેસાઈએ શહેરની જનતાને પડતી મુશ્કેલીઓનો ત્વરિત નિકાલ લાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો અને પારદર્શક વહીવટની ખાતરી આપી હતી.
