VIDEO: વડોદરા મનપાના વોર્ડ નંબર-16માં મિશ્ર પરિણામો, હાઈપ્રોફાઈલ વોર્ડમાં બંને પક્ષો વચ્ચે જોવા મળી કાંટાની ટક્કર
વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર-૧૬ માં મિશ્ર પરિણામો આવ્યા છે.. જેમાં કોંગ્રેસે પોતાનું ખાતુ
વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર-૧૬ માં મિશ્ર પરિણામો આવ્યા છે.. જેમાં કોંગ્રેસે પોતાનું ખાતું ખોલીને બે બેઠકો પર કબજો જમાવ્યો છે. પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને અલકા પટેલે કોંગ્રેસના ઉમેદવાર તરીકે શાનદાર જીત નોંધાવી છે. બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય ચૌહાણ અને જાગૃતિ પટેલે પણ વિજય મેળવીને પોતાની બેઠકો જાળવી રાખી છે. આ હાઈપ્રોફાઈલ વોર્ડમાં બંને પક્ષો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી, જેના અંતે બે બેઠકો કોંગ્રેસ અને બે બેઠકો ભાજપના ફાળે ગઈ છે.




