મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બોપલમાં કાર અકસ્માત સર્જનાર રિપલ પંચાલને માત્ર 24 કલાકમાં મળી ગયા જામીન

અમદાવાદ શહેરના બોપલ-આંબલી રોડ પર ગઈ સવારે 9 વાગ્યે દારૂ પીધેલ હાલતમાં પૂરઝડપે કાર ચલાવીને ઘણા વાહ

બોપલમાં કાર અકસ્માત સર્જનાર રિપલ પંચાલને માત્ર 24 કલાકમાં મળી ગયા જામીન

અમદાવાદ શહેરના બોપલ-આંબલી રોડ પર ગઈ સવારે 9 વાગ્યે દારૂ પીધેલ હાલતમાં પૂરઝડપે કાર ચલાવીને ઘણા વાહનોને અડફેટે લેનાર રીપલ પટેલને માત્ર 24 કલાકમાં જ જામીન મળી ગયા છે. ગઈ કાલે ઘટના બન્યા બાદ પોલીસે નબીરા રીપલની અટકાયત કરી હતી. આજે કોર્ટમાં રજૂ કરતાં  15 હજાર રૂપિયાના શરતી જામીન આપવામાં આવ્યા છે. 

આ પણ વાંચોઃ VIDEO : બોપલ કાર અકસ્માતમાં પોલીસનું પહેલું નિવેદન સામે આવ્યું, જુઓ ACPએ શું કહ્યું

શું છે ઘટના

અમદાવાદના આંબલી-બોપલ રોડ પર વૈભવી કાર ચાલકે અકસ્માત સર્જયો હતો.. નબીરાએ ચારથી પાંચ વાહનોને અડફેટે લીધા હતા. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. કારનો નશાની હાલતમાં હતો, અને અકસ્માત સર્જયા બાદ કારની અંદર બેસીને જ સિગરેટના કસ મારતો રહ્યો હતો.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદના બોપલમાં કાર ચાલકે સંખ્યાબંધ વાહનોને મારી ટક્કર

અકસ્માત સર્જયા બાદ કારની અંદર બેસીને જ સિગરેટના કસ મારતો રહ્યો

અકસ્માતની ઘટના બાદ પોલીસ કાર ચાલકને લઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે  બોપલ-આંબલી રોડ  ટ્રાફિકથી ધમધમતો હતો છતાં વૈભવી કાર ચાલકે અકસ્માત સર્જતા રસ્તા પર ભાગમભાગના દૃશ્યો સર્જાયા હતા. 

આ પણ વાંચોઃ VIDEO : બોપલમાં નબીરા રીપલે સર્જેલો અકસ્માત નજરે જોનારા રાહદારીએ વર્ણવી ઘટના, જુઓ શું કહ્યું

લોકોનું ટોળું એકઠું થઇ જતાં કાર ચાલકને મેથીપાક ચખાડ્યો

ધડાધડ એક પછી એક વાહનોને અડફેટે લીધા ઓડી કાર રેલીંગ સાથે ટકરાતા રોકાઇ ગઇ હતી. ત્યારબાદ લોકોનું ટોળું એકઠું થઇ જતાં કાર ચાલકને મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ દોડી આવી હતી. 

વૈભવી કાર લઇને રસ્તે નીકળી પડેલા નબીરાઓનો આતંક એટલી હદે વધી ગયો છે કે હવે ધોળે દિવસે બિન્દાસ અકસ્માતો સર્જીને ભયનો માહોલ સર્જી રહ્યા છે. લોકો હજુ  તથ્ય પટેલ અને વિસ્મય શાહની ઘટનાને ભૂલ્યા નથી ત્યાં તો ફરી એકવાર આંબલી-બોપલ રોડ પર વધુ એક નબીરાએ પાંચી થી સાત જેટલા વાહનો અડફેટે લઇ રીતસરનો આતંક મચાવ્યો હતો.

મળતા અહેવાલ પ્રમાણે નબીરાએ સપ્ટેમ્બરમાં બોડકદેવ વિસ્તારમાં અકસ્માત સર્જ્યો હતો.

આ સમાચાર શેર કરો