મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સરકાર વિરોધી માહોલ ઠારવા મંત્રી મંડળની સર્જરી કરવી પડી!

કમલમમાં ચાલી રહેલી અટકળો અનુસાર પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના નિયુક્ત ચહેરાઓ માટે આંતરિક ગજગ્રાહ ઘણા લાંબ

સરકાર વિરોધી  માહોલ  ઠારવા મંત્રી મંડળની  સર્જરી કરવી પડી!

કમલમમાં ચાલી રહેલી અટકળો અનુસાર પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના નિયુક્ત ચહેરાઓ માટે આંતરિક ગજગ્રાહ ઘણા લાંબા સમયથી હતો. ગોપાલ ઈટાલિયાએ ચાલું કરેલું સોશિયલ મીડિાવોર પણ આ વિસ્તરણનું એક પરિબળ છે. મોટાપાયે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મંત્રપીઓ ઉપરાંત ધારાસભ્યો કપાશે તેવું સ્પષ્ટ થઈ ગયું છે.

 ગુજરાત ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો

જોકે મોડી રાત સુધી દોઢ વર્ષ સુધી કઈ જવાબદારી સોંપવી તે ગુજરાત ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો હતો. ભાજપ મીડિયા સેલ, મુખ્યમંત્રી સોશીયલ મીડિયા સેલ, મંત્રીઓના સોશિયલ મીડિયા ટીમો વચ્ચે છેલ્લા પંદર દિવસથી સતત વીડિયોનો મારો ચાલું હતો. એક જમાનો હતો કે જ્યાેર ટીવી કે અખબારના માધ્યમોમાં આમને સામને સામનો સંવાદયુદ્ધો થતાં હતાં, પરંતુ છેલ્લા ઘણા સમયથી વાઈરલ વીડિયો વોર ચાલી રહ્યું છે. વીસાવદર પછી બોટાદના હડદના તોફાનોની ઈમ્પેક્ટ ગુજરાતના મંત્રીમંડળના નિયુક્તિ પર પડશે એવો સ્પષ્ટ વરતારો જોવા મળી રહ્યો છે. 

ખુદ ભાજપના ધારાસભ્ય-સાસંદો જ સરકાર વિરોધી હોય તેવું ચિત્ર ઉપસ્યું

મંત્રીમડળમાં ફેરફાર કરવા પાછળ ભાજપની ગણતરી એ છે કે છેલ્લાં ઘણાં સમયથી સરકાર, સંગઠન વચ્ચે મોટી ખાઈ પડી છે. ખુદ ભાજપના ધારાસભ્ય-સાસંદો જ સરકાર વિરોધી હોય તેવું ચિત્ર ઉભું થયું છે. દક્ષિણ ગુજરાતને વધુ પ્રતિનિધીત્વ અપાતાં અન્ય પ્રદેશોને વંચિત રખાયા હોય તેવું લોકો અનુભવી રહ્યા છે. જેથી સ્થાનિકો સરકારથી ભારોભાર નારાજ છે.

વીસાવદર પછી બોટાદના હડદડના તોફાની તત્વોની ઈમ્પેક્ટ ગુજરાતના મંત્રીમંડળની નિયુક્તિ પર પજશે એવો સ્પષ્ટ વરતારો જોવા મળી રહ્યો છે. ભૂપેન્દ્ર પટેલ દિલ્હીથી આવ્યા પછી ગુજરાત સરકારના મંત્રીઓના વિસ્તરણની નિશ્ચિતતા દેખાતા જ કમલમમાં સવારથી જ હલચલ જોવા મળી રહી હતી. હાઈકમાન્ડના ત્રણ-ચાર નેતાઓ સિવાય ક્યાંય વાત લીક ના થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી. 

આ સમાચાર શેર કરો