અમદાવાદ: ચાંદખેડામાં રિક્ષાચાલકની છરીના ઘા ઝીંકી હત્યા, પોલીસે તપાસ હાથ ધરી
અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી, લૂંટ અને હત્યાના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે શહેરમાં હત્યાનો વધુ એ

અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી, લૂંટ અને હત્યાના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે શહેરમાં હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. ચાંદખેડા વિસ્તારમાં છરીના ઘા ઝીંકી રિક્ષા ચાલકની હત્યા કરી દેવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં છરીના ઘા ઝીંકી રિક્ષા ચાલકનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું છે. મૃતક રિક્ષા ચાલક અને આરોપી વચ્ચે અગાઉ રિક્ષાની બાબતે બબાલ થઈ હતી. જે બાદ આ ઝઘડાની અદાવત રાખીને આરોપીએ શૈલેષ પટણી નામના યુવક પર છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે.
આરોપીને પકડવા પોલીસે ચક્રોગતિમાન હાથ ધર્યા
બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા ચક્રોગતિમાન હાથ ધર્યા છે.






