વડોદરા : સાવલી નજીક ટેન્કરે અડફેટે લેતા નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલનું કરૂણ મોત
વડોદરા જિલ્લાના સાવલીમાં ટેન્કરે અડફેટે લેતા નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલનું કરૂણ

વડોદરા જિલ્લાના સાવલીમાં ટેન્કરે અડફેટે લેતા નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલનું કરૂણ મોત થયું છે. ઘટના બાદ ટેન્કરનો ડ્રાઈવર ટેન્કર મુકીને ફરાર થઈ ગયો છે. પોલીસે ટેન્કર કબ્જે કરી ટેન્કરના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ સાવલી તાલુકામાં સાવલી સમલાયા રોડ ઉપર નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલ દલપતસિંહ ભગતસિંહ પરમાર પોતાના પુત્રને કંપનીમાં ટિફિન આપવા બાઈક પર જઈ રહ્યા હતા, એ દરમિયાન સમલાયા બાજુથી પૂરપાટ ઝડપે આવતા સિમેન્ટના ટેન્કરે પાછળથી ટક્કર મારતાં દલપતસિંહનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
ઘટના બાદ ટેન્કરનો ડ્રાઈવર ટેન્કર મુકીને ફરાર થઈ ગયો છે. પોલીસે ટેન્કર કબ્જે કરી ટેન્કરના ડ્રાઈવર વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. સાવલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાવલી જન્મોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો છે.






