મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહિસાગર: નિવૃત્ત હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર 6 હજારની લાંચ લેતા ઝડપાયો, ACBના છટકામાં દબોચાયો

રાજ્યના મહિસાગરમાંથી લાંચિયો હોમગાર્ડ ઝડપાયો હતો. મળતા અહેવાલ પ્રમાણે મહિસાગર

મહિસાગર: નિવૃત્ત હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર 6 હજારની લાંચ લેતા ઝડપાયો, ACBના છટકામાં દબોચાયો

રાજ્યના મહિસાગરમાંથી લાંચિયો હોમગાર્ડ ઝડપાયો હતો. મળતા અહેવાલ પ્રમાણે  મહિસાગર જિલ્લામાં એસીબીએ નિવૃત્ત હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસરને લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. ફરિયાદી પાસેથી કામ અર્થે રૂપિયા 6,000ની લાંચ લેતા નિવૃત્ત હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસરને ACBએ દબોચી લીધો હતો. 

આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટે વધુ એક દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની આપી મંજૂરી

ફરિયાદીએ આ મામલે ACBનો સંપર્ક સાધ્યો

ફરિયાદીએ આ મામલે ACBનો સંપર્ક સાધ્યો હતો. ACBએ લાંચનું છટકું ગોઠવ્યું હતું, આ છટકામાં નિવૃત્ત હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર રોકડ રકમ સાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

કયા અધિકારી ના કહેવાથી પૈસાની ઉઘરાણી રકી હતી તે દિશામાં ACBએ તપાસ હાથ ધરી

નજીકનાં પોઇન્ટ માટે લાંચ માંગી હતી. નિવૃત્ત હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર કયા અધિકારી ના કહેવાથી પૈસાની ઉઘરાણી રકી હતી તે દિશામાં ACBએ તપાસ હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો