મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: TP શાખામાં બદલી કરાયેલા બે ઈજનેરના રાજીનામા, અગ્નિકાંડ બાદ 15 અધિકારીઓએ છોડ્યું મનપા

રાજકોટ અગ્નિકાંડ પછી મનપામાં રાજીનામા આપવાનો સિસલિસો યથાવત રહ્યો છે. ટીપી શાખાના બે ઈજનેરોએ રાજીનામા આ

રાજકોટ: TP શાખામાં બદલી કરાયેલા બે ઈજનેરના રાજીનામા, અગ્નિકાંડ બાદ 15 અધિકારીઓએ છોડ્યું મનપા

રાજકોટ અગ્નિકાંડ પછી મનપામાં રાજીનામા આપવાનો સિસલિસો યથાવત રહ્યો છે. ટીપી શાખાના બે ઈજનેરોએ રાજીનામા આપવા માટે અરજી કરી હતી. બન્ને ઈજનેરોના રાજીનામા મંજૂર કરવામાં આવ્યા છે. નીતિન રામાવત અને આર જી પટેલનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું છે.

રાજકોટ અગ્નિકાંડ થયા પછી અત્યાર સુધી 15 સરકારી અધિકારીઓએ રાજીનામા આપ્યા

રાજકોટ અગ્નિકાંડ થયા પછી અત્યાર સુધી 15 સરકારી અધિકારીઓએ રાજીનામા આપ્યા છે. હાલ જે બન્ને ઈજનેરે રાજીનામા આપ્યા હતા, તેમની થોડાક સમય પહેલાં જ TP શાખામાં બદલી કરવામાં આવી હતી. 

વગર વાંકે દંડાઈ જઈશુ, તેવી બીકના કારણે છોડી રહ્યા છે નોકરી

રાજકોટ મહાનગર પાલિકામાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ અધિકારીઓના મનમાં ડર પેસી ગયો હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વગર વાંકે દંડાઈ જઈશુ, તેવી બીકના કારણે નોકરી છોડી રહ્યા છે.

આ સમાચાર શેર કરો