મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

AMCની નવી યોજના: અમદાવાદના રહીશોને આ 3 બાબતનું પાલન કરવા પર મળશે 10% ટેક્ષ રિબેટ

અમદાવાદમાં વધતા જતા શહેરીકરણ સાથે પ્રદુષણ પણ સમાંતર રીતે વધી રહ્યું છે. સરકાર દ્વારા પ્રદુષણ

AMCની નવી યોજના: અમદાવાદના રહીશોને આ 3 બાબતનું પાલન કરવા પર મળશે 10% ટેક્ષ રિબેટ

અમદાવાદમાં વધતા જતા શહેરીકરણ સાથે પ્રદુષણ પણ સમાંતર રીતે વધી રહ્યું છે. સરકાર દ્વારા પ્રદુષણને ઘટાડવા માટે અવારનવાર કોઈને કોઈ પગલા લેવાતા હોય છે એવામાં અમદાવાદ શહેરનું પ્રદુષણ ઘટાડવા માટે AMC  નવી યોજના લાવી રહી છે જેનો રેવન્યુ કમિટીમાં નિર્ણય લેવાયો છે.

AMCની આ યોજના અંતર્ગત અમદાવાદ શહેરમાં રહેતા સ્થાનિકોમાં જેના ઘર પર ધાબે બગીચો, પર્કોલેતિંગ વેલ, અને 1 કિલો વોટનું  સોલાર લાગેલું હશે તેને ટેક્ષ રીબેટ મળશે. આ ત્રણેય બાબતોનું પાલન કરનાર નાગરિકોને ટેક્ષમાં 10% રિબેટ આપવામાં આવશે.

આ પણ વાંચો : અમદાવાદ: જ્વેલર્સમાં બંદુકની અણીએ લાખોના ઘરેણાંની લૂંટ મચાવનાર 4 આરોપીઓની ધરપકડ

આ અગાઉ AMC દ્વારા માત્ર 2 મહિના પૂરતી યોજના શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન બે મહિનામાં 37 અરજીઓ આવી હતી જેમાંથી 1 અરજીને માન્ય રાખવામાં આવી હતી. પરંતુ હવે નાગરિકોને સમગ્ર ચાલુ નાણાકીય વર્ષ માટે યોજનાનો લાભ મળશે. ફ્લેટ તેમજ હાઇ રાઈસ ઈમારતોમાં આ ત્રણેય બાબતોનું પાલન કરવું મુશ્કેલ છે તેથી આવા એકમોના રહીશોને પણ લાભ મળે તે માટે આગમી દિવસમાં જરૂરી વિચારણા કરવા નિર્ણય કરાયો છે.

આ સમાચાર શેર કરો