મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: જાણીતા ઈતિહાસકાર અને લેખક મકરંદ મહેતાનું 93 વર્ષની વયે નિધન

ગુજરાતના જાણીતા ઈતિહાસકાર અને લેખક મકરંદ મહેતાનું 93 વર્ષની વયે નિધન થયું છે. મકરં

અમદાવાદ: જાણીતા ઈતિહાસકાર અને લેખક મકરંદ મહેતાનું 93 વર્ષની વયે નિધન

ગુજરાતના જાણીતા ઈતિહાસકાર અને લેખક મકરંદ મહેતાનું 93 વર્ષની વયે નિધન થયું છે. મકરંદ મહેતાએ અંગ્રેજી અને ગુજરાતીમાં 20થી વધુ પુસ્તકો લખી ચૂક્યા છે. તેમણે સામાજિક અને આર્થિક ઈતિહાસ પર પણ ઘણાં શોધપત્રો પ્રકાશિત કર્યા છે.

મકરંદ મહેતાનો જન્મ 25મી મે 1931ના રોજ અમદાવાદમાં થયો

ઈતિહાસકાર અને લેખક મકરંદ મહેતાનો જન્મ 25મી મે 1931ના રોજ અમદાવાદના એક નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, પેન્સિલ્વેનીયા યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો.

વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા

મકરંદ મહેતા ગુજરાત યુનિવર્સિટીના સ્કૂલ ઑફ સાયન્સિસમાં ઇતિહાસ વિભાગનું નેતૃત્વ કર્યું હતું. તેઓ ગુજરાત સમાચાર, ગુજરાત ઈતિહાસ પરિષદ, ગુજરાત વિદ્યાસભા અને દર્શક ઈતિહાસ નિધિ સહિત અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા.

આ સમાચાર શેર કરો