મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:ગાંધીધામમાં સરકારી જમીન પરથી ગેરકાયદે દબાણ દૂર

કચ્છના ગાંધીધામમાંથી દબાણ હટાવવાની એક મોટી કાર્યવાહી સામે આવી રહી છે. ગાંધીધામના ખારીરોહર

કચ્છના ગાંધીધામમાંથી દબાણ હટાવવાની એક મોટી કાર્યવાહી સામે આવી રહી છે. ગાંધીધામના ખારીરોહર વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કરાયેલા ધાર્મિક દબાણને દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. નાયબ મામલતદાર સહિતના ઉચ્ચ વહીવટી અધિકારીઓની પ્રત્યક્ષ હાજરીમાં આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે.

કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઘટનાસ્થળે ૨ DySP, ૪ PI, ૮ PSI સહિત ૨૦૦થી વધુ પોલીસ અધિકારીઓ અને જવાનોનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સમગ્ર ઓપરેશન દરમિયાન વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવામાં આવી છે.

આ સમાચાર શેર કરો