VIDEO: ગાંધીધામ નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી, ગટરના પાણી ઉભરાતા રસ્તાઓ બંધ
ગાંધીધામ નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી

ગાંધીધામ નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે, જેમાં મેયર દિવ્યા નાથાણીના વોર્ડ ભારતનગરમાં ગટરની લાઇન બેસી જતા રસ્તાઓ પર ગંદુ પાણી ફરી વળ્યું છે. ચોમાસા પૂર્વે જ ગટરના પાણી ઉભરાતા રસ્તાઓ બંધ થઈ ગયા છે અને શહેરમાં વિકાસના નામે ખોદવામાં આવેલા ખાડાઓના કારણે સમસ્યા વકરી છે. જો સામાન્ય વરસાદમાં આવી સ્થિતિ હોય તો ચોમાસામાં ભારતનગરની હાલત અત્યંત ખરાબ થવાની ભીતિ સેવાઈ રહી છે જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ છે.




