VIDEO BREAKING: નખત્રાણાના ભીમપુરા પાસે ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2 યુવકોના ઘટનાસ્થળે મોત
કચ્છના નખત્રાણા તાલુકામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 2 યુવ

કચ્છના નખત્રાણા તાલુકામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 2 યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા છે. નખત્રાણા-કોટડા માર્ગ પર ભીમપુરા પાસે આ અકસ્માત સર્જાયો હતો. ટ્રકે બાઈક પર સવાર બન્ને યુવાનોને પાછળથી ટક્કર મારી હતી. બન્ને યુવકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નખત્રાણા હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતની ઘટનાથી મૃતકોના પરિવાર અને નખત્રાણા પંથકમાં શોકનો માહોલ સર્જાયો છે.




