મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:ગાંધીધામ સાયબર ફ્રોડ: આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ

કચ્છના ગાંધીધામમાં ૧૦૫ બેન્ક ખાતાઓનો ઉપયોગ કરીને કરોડોની છેતરપિંડી કરતી આંતરરાષ્ટ્રીય સાયબર ગેંગનો

કચ્છના ગાંધીધામમાં ૧૦૫ બેન્ક ખાતાઓનો ઉપયોગ કરીને કરોડોની છેતરપિંડી કરતી આંતરરાષ્ટ્રીય સાયબર ગેંગનો પર્દાફાશ થયો છે. પોલીસે દિવ્યરાજસિંહ રાણા, જયનીતભાઈ કન્નર, ચિરાગસિંહ ઝાલા અને શબ્બીર લુહારની ધરપકડ કરી છે. આ ટોળકી ૪૩.૯૩ કરોડના સાયબર ફ્રોડમાં સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું છે.તપાસમાં સામે આવ્યું છે કે, આ નેટવર્ક ગાંધીધામથી શ્રીલંકા સુધી ફેલાયેલું હતું. આરોપીઓ ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ, પાર્ટ-ટાઈમ જોબ અને APK ફાઈલના નામે લોકોને છેતરતા હતા. ભારત સરકારના સમન્વય પોર્ટલ પર દેશના વિવિધ રાજ્યોમાંથી આ ખાતાઓ વિરુદ્ધ ૯૦થી વધુ ફરિયાદો નોંધાઈ છે. પોલીસે ૭ મોબાઈલ ફોન જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. પૂર્વ કચ્છ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે પૈસાની લાલચમાં ક્યારેય પોતાનું બેન્ક ખાતું કે નેટબેન્કિંગની વિગતો કોઈ અજાણ્યાને ન આપવી.

આ સમાચાર શેર કરો