VIDEO: કુખ્યાત હિસ્ટ્રીશીટર કલીમ ભૈયા પઠાણના ૭ જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર
અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં કુખ્યાત હિસ્ટ્રીશીટર મહંમદ કલીમ ઉર્ફે કલીમ ભૈયા પઠા

અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં કુખ્યાત હિસ્ટ્રીશીટર મહંમદ કલીમ ઉર્ફે કલીમ ભૈયા પઠાણની ધરપકડ બાદ વધુ પૂછપરછ હાથ ધરાઈ...જે માટે ક્રાઈમ બ્રાન્ચે કોર્ટમાં રિમાન્ડ અરજી રજૂ કરી હતી. આરોપીના 5 દિવસના રિમાન્ડની માંગ સાથે તેને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે સમગ્ર મામલાની સુનાવણી બાદ કલીમ ભૈયાના 7 જુલાઈ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. ક્રાઈમ બ્રાન્ચ હવે આરોપીની વધુ પૂછપરછ કરી તેના અન્ય ગુનાઓ અને નેટવર્ક અંગે વિગતો મેળવશે. શહેરમાં આ કાર્યવાહી બાદ ક્રાઈમ બ્રાન્ચની સક્રિયતાને લઈને ચર્ચા શરૂ થઈ છે.




