Video: સહારનપુરમાં પોલીસ એન્કાઉન્ટર: 1.25 લાખનું ઈનામી કુખ્યાત ગુનેગાર ઠાર
સોર્સ : GSTV
સહારનપુરમાં સોમવારે વહેલી સવારે ઉત્તર પ્રદેશ પોલીસ સાથેની એક ભીષણ અથડામણમાં 1.25 લાખ રૂપિયાનું ઈનામ ધરાવતો કુખ્યાત ગુનેગાર લાલાન સિંહ ઉર્ફે લલ્લન માર્યો ગયો છે. સરસાવા-નકુર રોડ પર પોલીસ ટીમ સાથે થયેલી સામસામેની ગોળીબારમાં લાલાન સિંહ ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. લાલાન સિંહ બિહારના સમસ્તીપુરનો વતની હતો અને તે હત્યા, બેંક લૂંટ અને પોલીસ પર હુમલા જેવા અનેક ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતો. એન્કાઉન્ટર દરમિયાન તેનો એક સાથી ફરાર થવામાં સફળ રહ્યો હતો, જેને પકડવા માટે પોલીસ દ્વારા સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. વારાણસી અને ચંદૌલી પોલીસે તેના પર કુલ 1.25 લાખનું ઈનામ જાહેર કર્યું હતું. હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

