મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કુખ્યાત બુટલેગરના પૌત્રના ફરી સીન સપાટા, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

અમદાવાદમાં ભૂતકાળના કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્

અમદાવાદમાં ભૂતકાળના કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્યસિંહ રાઠોડે ફરી એકવાર કાયદાનો ડર રાખ્યા વિના સીનસપાટા શરૂ કર્યા છે. ગાંધીનગર વિસ્તારમાં લક્ઝુરિયસ કાર સાથે બનાવવામાં આવેલો તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આદિત્યસિંહનો ગુનાહિત ઈતિહાસ લાંબો છે; અગાઉ તે મારામારી, હત્યાના પ્રયાસ અને રાજકોટમાં હથિયાર સાથે પકડાયાના ગુનાઓમાં સામેલ રહી ચૂક્યો છે.જામીન પર જેલમાંથી બહાર આવ્યા બાદ, આદિત્યસિંહ ફરી એકવાર પોતાનો રોફ જમાવવા અને ભય ફેલાવવાના પ્રયાસરૂપે આ પ્રકારના સીનસપાટા કરી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ વાયરલ વીડિયોને પગલે તંત્ર સામે સવાલો ઉઠ્યા છે કે આટલા ગંભીર ગુનાઓ છતાં ગુનેગારોની આટલી હિંમત કેમ વધી રહી છે. પોલીસ હવે આ વીડિયોના આધારે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરશે કે કેમ, તે જોવું રહ્યું.

આ સમાચાર શેર કરો