મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના કેસમાં આરોપીના રિમાન્ડ મંજૂર

ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાથીએ શાળાની વિદ્યાર્થિ

ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના કેસમાં આરોપીના રિમાન્ડ મંજૂર

ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાથીએ શાળાની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરવાના મામલામાં પોલીસે આરોપીની અટકાયત કરી હતી. ત્યારબાદ તેમને કોર્ટમાં હાજર કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, તો સાથે જ આ મામલામાં પોકસોની કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ભરુચમાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કરનાર આચાર્યની થઈ ધરપકડ

ભરૂચની જાણીતી સેન્ટ ઝેવિયર્સ શાળાના એક પછી એક વિવાદ બહાર આવી રહ્યા છે. પ્રથમ શાળાના ઇન્ચાર્જ આચાર્યએ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. હવે શાળાની શિક્ષિકાના પતિ અને શાળાના જ પૂર્વ વિદ્યાર્થીએ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલામાં પોલીસે આરોપી રોનીની ધરપકડ કરી હતી અને તેને કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

આરોપી ફિલિપ ઉર્ફે રોનીએ સ્કૂલની રિયુનિયન મીટિંગના બહાને પીડિતાને પોતાના ઘરે બોલાવી હતી, જ્યાં તેણે પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદ અનુસાર, આ ઘટના 23 નવેમ્બર અને 9 ડિસેમ્બરના રોજ બની હતી. આરોપી વિદ્યાર્થિની સાથે વોટ્સએપ ગ્રુપના માધ્યમથી સંપર્કમાં આવ્યો હોવાનું અત્યાર સુધીની પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

આ સમાચાર શેર કરો