મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ધોળે દિવસે લૂંટ ચલાવનારનું ઘટના સ્થળે રીકન્સ્ટ્રકશન, આરોપીઓએ બે વ્યક્તિના કાપ્યાં હતાં ગળાં

સુરતના ભેસ્તાન વિસ્તારમાં થોડા દિવસ અગાઉ જ્વેલર્સ અને તેના એક વ્યક્તિનું ગળું કાપી લૂંટ ચલાવવામ

સુરતમાં ધોળે દિવસે લૂંટ ચલાવનારનું ઘટના સ્થળે રીકન્સ્ટ્રકશન, આરોપીઓએ બે વ્યક્તિના કાપ્યાં હતાં ગળાં

સુરતના ભેસ્તાન વિસ્તારમાં થોડા દિવસ અગાઉ જ્વેલર્સ અને તેના એક વ્યક્તિનું ગળું કાપી લૂંટ ચલાવવામાં આવી હતી. આ લૂંટમાં પોલીસે ઝડપી લીધેલા 3 આરોપીને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આરોપીઓ દ્વારા દિવસ દરમિયાન ચલાવેલી લૂંટ ભર બપોરે કરી હોવાથી એ જ સમયે રી કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ સુરતમાં માથાભારે રિશી પંડિતના હત્યારા ઝડપાયા, મામા ભાણેજે મળી ઉતાર્યો હતો મોતને ઘાટ

છ વીંટીની લૂંટ ચલાવી હતી

ભેસ્તાન ચાર રસ્તા પાસે ‌શાંતિનાથ જ્વેલર્સની દુકાનમાં શુક્રવારે બપોરે ગ્રાહકના સ્વાંગમા આવેલા ત્રણ લૂંટારૂઓએ જ્વેલર્સના માલિક અને કારીગરને ગળાના ભાગે ચપ્પુ મારી 6 વીંટી લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. લૂંટના આ ગુનામાં ક્રાઇમબ્રાંચ અને ભેસ્તાન પોલીસે સંયુકત ઓપરેશન હાથ ધરી ત્રણેય લૂંટારૂઓને દબોચી લીધા હતા. લૂંટારૂઓ શોર્ટકટમાં રૂપિયા કમાવવા માટે લૂંટ કરી હતી.હાલમાં ત્રણેય પોલીસ રિમાન્ડ હેઠળ છે. જેમાં વીંટી કબજે કરવાની બાકી છે. પકડાયેલા લૂંટારૂઓ પૈકી આમીર શેખને ઘટના સ્થળે લોકોએ પકડી પાડી પોલીસને હવાલે કરી દીધો હતો.

ત્રણેય લૂંટારૂઓએ રેકી કરી હતી

બીજા આરોપી 19 વર્ષીય દિલનવાઝ મુહમ્મદ માસુમ શેખને ક્રાઇમબ્રાંચે લિંબાયત મીઠીખાડી પાસેથી પકડી પાડયો હતો. ઉપરાંત અન્ય આરોપી એહમદ ઉર્ફે રાજાને પણ પોલીસે પકડી પાડયો છે. ત્રણેયની ભેસ્તાન પોલીસે ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, જ્વેલર્સને ત્યાં લૂંટ કરવા પૂર્વે આ ત્રણેય લૂંટારૂઓએ રેકી કરી હતી.એટલું જ નહીં લૂંટારૂઓ પોતાની સાથે મરચાંની ભૂકી પણ લાવ્યા હતા.

આ સમાચાર શેર કરો