Rajkot: બેફામ કાર ચાલકે બાઈક પર જઈ રહેલા દંપતિને મારી જોરદાર ટક્કર, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
રાજકોટ શહેરના રેસકોર્સ રોડ પર આવેલ પટેલ આઈસ્ક્રીમ નજીક એક ભયાવહ અકસ્માત સર્જાયો હતો. એક બેફામ કાર ચાલકે બાઈક પર જ
રાજકોટ શહેરના રેસકોર્સ રોડ પર આવેલ પટેલ આઈસ્ક્રીમ નજીક એક ભયાવહ અકસ્માત સર્જાયો હતો. એક બેફામ કાર ચાલકે બાઈક પર જઈ રહેલા દંપતિને જોરદાર ટક્કર મારી હતી અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં પોલીસ પણ કારનો પીછો કરતી જોવા મળી હતી.
અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા દંપતિને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ રાજકોટ પોલીસે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી છે.




