જામનગર: ઇટાળામાં કોન્ટ્રાક્ટરે R&Bના અધિકારી પર કર્યો હુમલો, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
જામનગરના ઇટાળા ગામે કોન્ટ્રાક્ટરે આર એન્ડ બી વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયર પર હુમલો કર્યો હતો. અધિકા

જામનગરના ઇટાળા ગામે કોન્ટ્રાક્ટરે આર એન્ડ બી વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયર પર હુમલો કર્યો હતો. અધિકારી ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ આ સમગ્ર મુદ્દે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ઇટાળા ગામે કોન્ટ્રાક્ટરે આર એન્ડ બી વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયર પર કર્યો હુમલો કર્યાની ઘટના બની છે. સરકારી અધિકારી નીલરાજસિંહ બારડ ચાલુ ઈટાળા ગામમાં ચાલી રહેલા પુલના કામનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન પુલના સ્બેલમાં સિમેન્ટ ઓછી નાખતા હતા એન્જિનિયર અધિકારીએ વાંધો ઉઠાવ્યો હતો અને કોન્ટ્રાક્ટરને જાણ કરી હતી. જે બાદ બંને વચ્ચે રકઝક થઈ હતી. અને કોન્ટ્રાક્ટર એન્જિનિયર અધિકારી પર હુમલો કર્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
જોકે, હાલ ઘાયલ થયેલા અધિકારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે.




