મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરનો ત્રાસ, પાંજરામાં પૂરી શહેરથી દુર છોડવાની કવાયત

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સતત ઉંદરોના ત્રાસથી સિવિલ હોસ્પિટલ તંત્ર દોડતું થયું છે. હોસ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરનો ત્રાસ, પાંજરામાં પૂરી શહેરથી દુર છોડવાની કવાયત

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સતત ઉંદરોના ત્રાસથી સિવિલ હોસ્પિટલ તંત્ર દોડતું થયું છે. હોસ્પિટલમાં ઉંદર પકડવા માટે ઠેર ઠેર પિંઝરા મૂકવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાંથી અત્યાર સુધીમાં 40 જેટલા ઉંદર પકડવામાં આવ્યા છે. ઉંદર પકડી તેને હોસ્પિટલથી દૂર છોડવામાં આવી રહ્યા છે. તેમજ ઉંદર ભગાડવા હવે હોસ્પિટલમાં દવાનો છંટકાવ કરવામાં આવશે. મીડિયાના અહેવાલ બાદ આળસુ તંત્ર આળસ ખંખેરી કામે લાગ્યું છે. હવે ઉંદરથી દર્દીઓને રાહત મળશે.

આ પણ વાંચો : સુરતમાં ખુલ્લી ગટરોનો જૂનો છે ઈતિહાસ, છેલ્લા 4 મહિનમાં ત્રણ માસુમ બાળકોએ ગુમાવ્યો જીવ

અત્યાર સુધીમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અંદાજીત 40 જેટલા ઉંદરો પકડાયા છે. PMSSY, OPD બિલ્ડીંગમાં પીંજરા મુકવામાં આવ્યા છે. હોસ્પિટલ સ્ટાફના જણાવ્યા અનુસાર, સિવિલમાં ભૂગર્ભ ગટરમાંથી ઉંદરો આવે છે. સિવિલમાં દર્દીઓ તથા સ્ટાફના માથાના દુઃખાવા સમાન બનેલા ઉંદરોને પાંજરામાં પકડી શહેરથી દૂર ઉંદરોને છોડવામાં આવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો