છોટાઉદેપુર જિલ્લામાં રેશનકાર્ડ ધારકોને હાલાકી, e-KYC માટે લાઈનો, 24 તારીખ થઈ છતા નથી મળી ખાંડ
છોટાઉદેપુર જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. જેમાં નસવાડી, કવાંટ, બોડેલી

છોટાઉદેપુર જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. જેમાં નસવાડી, કવાંટ, બોડેલી, પાવીજેતપુર, છોટાઉદેપુર અને સંખેડા આ છ તાલુકામાં અન્ન અને પુરવઠા વિભાગના ગોડાઉનો આવેલા છે. ત્યાંથી સસ્તા અનાજ સંચાલકોને અનાજનો જથ્થો વિતરણ કરવામાં આવે છે. મહિના છેલ્લા દિવસો આવી ગયા છતાંય ખાંડનો જથ્થો અન્ન અને પુરવઠા વિભાગના ગોડાઉનોમાં હજુ સુધી નથી આવ્યો.
સર્વરના ધાંધિયા
જથ્થો ન આવતા સસ્તા અનાજ સંચાલકોને જથ્થો ના મળતા ગરીબ આદિવાસી સમાજના રેશનકાર્ડ ગ્રાહકોને બજારમાંથી મોંઘા ભાવની ખાંડ લેવા મજબૂર થવું પડે છે. તો બીજી તરફ ઈકેવાયસીના માટે લોકોની લાઈનો લાગે છે. ત્યારે સર્વરના ધાંધિયા પણ જોવા મળી રહ્યાં છે. હાલ બજાર માં 45 પ્રતિ કિલો નો ભાવ છે જ્યારે રેશનકાર્ડ ગ્રાહકો ને 22 રૂપિયા કિલો ખાંડ નો ભાવે મળે છે.
ગરીબો ખાંડથી વંચિત
સરકાર આદિવાસી જિલ્લા માટે દર માસે ખાંડ એડવાન્સમાં અન્ન અને પુરવઠાના ગોડાઉનોમાં આપી દેતી હોય છે. પરંતુ ટેન્ડર પ્રક્રિયામાં વાંધો પડતાં સમગ્ર રાજ્યમાં ખાંડનો જથ્થો અન્ન અને પુરવઠા વિભાગના ગોડાઉનોમા ના આવતા રેશનકાર્ડ ગ્રાહકોને મળ્યો નથી. જેથી ગરીબોન હાલાકીમાં વધારો થયો છે.








