રણજીત બિલ્ડકોન ફરી વિવાદમાં, કચ્છમાં રેલવે ટ્રેકના કોન્ટ્રાક્ટમાં ખનીજની રોયલ્ટી ચોરી કરી
કચ્છમાં સામખિયાળીથી કિડિયાનગરનો રેલવે ટ્રેકનો કોન્ટ્રાક્ટ રણજીત બિલ્ડકોન પાસે છે. આ

કચ્છમાં સામખિયાળીથી કિડિયાનગરનો રેલવે ટ્રેકનો કોન્ટ્રાક્ટ રણજીત બિલ્ડકોન પાસે છે. આ રેલવે ટ્રેકમાં રણજીત બિલ્ડકોન દ્વારા રોયલ્ટીની ખનીજ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. રણજીત બિલ્ડકોન ફરી વિવાદમાં સપડાયું છે.
રેલવે ટ્રેક બનાવવા માટે રણજીતે કાળી કપચીનો ઉપયોગ કર્યો હતો. કાળી કપચી માટે ભુસ્તર વિભાગને રોયલ્ટી આપવાની હતી. રણજીત બિલ્ડકોને રેલ્વેને ભુસ્તર વિભાગને રોયલ્ટી ચૂકવી હોવાની બે ખોટી રોયલ્ટી રસીદ આપી હતી. એક રોયલ્ટી રસીદમાં એક લાખ ટન કપચી વધારી દીધી હતી. બીજી રસીદમાં છ લાખ મેટ્રિક ટન કપચીની ખોટી રસીદ બનાવી આપી હતી.
દસ્તાવેજ ચેકિંગમાં બન્ને ખોટા દસ્તાવેજ પકડાયા હતા. અંજાર ભુસ્તર વિભાગે ખોટા દસ્તાવેજ માટે રણજીત બિલ્ડકોન સામે ફોજદારી કેસ કર્યો હતો. જો કે અંજાર પોલીસે ફોજદારી કેસ ન લેતા મામલો માત્ર અરજી સુધી સિમિત રાખ્યો છે. અંજાર ભૂસ્તર વિભાગની અનેક રજૂઆત પછી પણ પોલીસે કેસ કર્યો ન હતો.
ગુજરાતમાં રણજીત બિલ્ડકોન અને વિવાદ એજબીજાના પર્યાય બની ગયા છે. આ બિલ્ડર કંપનીએ બનાવેલા ઘણા બ્રિજોમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે અને અમૂક બ્રિજ તો તૂટી પણ ગયા. આમ છતાં કોન્ટ્રાકટ આ જ કંપનીને મળે છે.






