સુરતમાં બપોર બાદ 3.04 વાગ્યાથી રાખડી બાંધવાનું મુહૂર્ત, જાણો તેની પાછળના જ્યોતિષાચાર્યના તર્ક
રક્ષાબંધનનો પવિત્ર તહેવાર દર વર્ષે પવિત્ર શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના

રક્ષાબંધનનો પવિત્ર તહેવાર દર વર્ષે પવિત્ર શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. એટલે જ રક્ષાબંધન ઉપરાંત ભાઈ અને બહેનના પ્રેમના પ્રતીક તરીકે આ તહેવાર ભાઈબીજ તરીકે પણ ઉજવવામાં આવે છે. વર્ષ 2024 માં આવતા રક્ષાબંધન તહેવાર ઉપર ભદ્રાનો સાયો છે, જેના કારણે ભાઈઓ અને બહેનોના મનમાં ઘણા સવાલો આવતો હશે કે બહેનો પોતાના ભાઈને રાખડી ક્યારે અને ક્યાં મુહૂર્તમાં બાંધી શકશે?. તો આપ દરેકના આ સવાલનો જવાબ સુરતના જ્યોતિષાચાર્ય ધાર્મિક જાની રક્ષાબંધનમાં બહેનોએ ભાઈઓને રાખડી ક્યારે અને ક્યાં મુહૂર્તમાં બાંધવી અને આપણા માટે રક્ષાબંધનનું મહત્વ શું છે.
વર્ષ 2024 રક્ષાબંધનની તારીખ અને સમય
આ વર્ષે રક્ષાબંધન 19 ઓગસ્ટે સોમવારના રોજ ઉજવાશે. પંચાંગ અનુસાર, પવિત્ર શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા 19 ઓગસ્ટે સવારે 03:04 AM થી શરૂ થઈ, રાત્રે 11:55 PM એ સમાપ્ત થશે. ઉદયાતિથિના પ્રમાણે, 19 ઓગસ્ટના દિવસે રક્ષાબંધનનું શુભ મૂહૂર્ત બપોરે 1:36 PM થી શરૂ થઈ, રાત્રે 9:08 PM સુધી રહેશે, જેમાં બહેનોને 7 કલાક 32 મિનિટનો સમય મળશે તેમના ભાઈઓને રાખડી બાંધવા માટે.
રક્ષાબંધનના દિવસે ભદ્રા અને પંચકનો સમય
આ વર્ષે, રક્ષાબંધનના દિવસે સવારે 05:53 AM થી બપોરે 01:32 PM સુધી ભદ્રાનો સાયો છે. જ્યોતિષાચાર્ય ધાર્મિકશ્રી જાનીના જણાવ્યા મુજબ, આ વખતે ભદ્રાનો વાસ પાતાળ લોકમાં છે, જે પૃથ્વી પરના કાર્યો માટે અશુભ ગણાતો નથી. પરંતુ પૃથ્વી ઉપરના શુભ કાર્યોમાં પાતાળની ભદ્રાને નજરઅંદાજ કરી શકાય નહિ. આ સાથે સાંજે 7:00 PM એ પંચકનો આરંભ થશે અને મંગળવારના દિવસે સવારે 5:53 AM અંત થશે, પરંતુ સોમવારના દિવસના કારણે આ પંચક પણ શુભ માનવામાં આવે છે.








