ખ્યાતિકાંડમાં વધુ એક આરોપી ઝબ્બે, ક્રાઈમ બ્રાન્ચે ભાગેડુ આરોપીની રાજસ્થાનથી કરી ધરપકડ
રાજ્યભરમાં ગાજેલા ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચની

રાજ્યભરમાં ગાજેલા ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે. અગાઉ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી હતી. અત્યાર સુધીમાં આઠ આરોપીની ધરપકડ થઇ ચૂકી છે. આ કેસમાં ડો.સંજય પટોળીયા, ચિરાગ રાજપૂત સહિત આઠ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.
આ પણ વાંચોઃ કડીમાં બોક્સ બનાવવાની આડમાં દારૂનો વેપલો, થર્ટી ફસ્ટ પહેલાં 39.72 લાખનો મુદ્દામાલ જપ્ત
ખ્યાતિકાંડમાં 8 આરોપીની ધરપકડ
મળતી માહિતી અનુસાર રાજશ્રી કોઠારીની પુછપરછમાં વધુ ખુલાસા થશે. ખ્યાતિ હોસ્પિટલ ગ્રામ્ય વિસ્તારોમાં જ કરવામાં આવતા હતા. તે અંગે પણ કેટલાક ખુલાસા થાય તેવી શક્યતા છે. ખ્યાતિકાંડનો આરોપી કાર્તિક પટેલ વિદેશમાં હોય તેવા પણ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. ફરાર આરોપી કાર્તિક પટેલનેપકડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
થોડા દિવસ અગાઉ આરોપી રાજશ્રી કોઠારીએ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. હોસ્પિટલની ઘટનામાં પોતાની કોઈ ભૂમિકા નહીં હોવાની રજૂઆત કરવામાં આવી હતી. રાજશ્રી કોઠારી ઉપર ત્રણ ફરિયાદ નોંધવામાં આવી છે. ત્રણેય કેસમાં આગોતરા જામીનની માંગ કરવામાં આવી હતી.
રાજશ્રી કોઠારી ખ્યાતિ હોસ્પિટલની ડિરેક્ટર છે. આ ઉપરાંત હોસ્પિટલમાં તેમની 3.61 ટકાની ભાગીદારી પણ છે. હોસ્પિટલના ડિરેક્ટરો અને ચેરમેનની મીટીંગમાં વધુમાં વધુ ફ્રી કેમ્પના આયોજનનું પ્લાનિંગ કરવામાં આવતું હતું. PMJAY કાર્ડવાળા દર્દીઓને શોધી બીમારીનો ડર બતાવીને તેમને હોસ્પિટલ લાવીને ઓપરેશન કરી દેવામાં આવતું હતું.
ઉલ્લેખનીય છે કે, કડીના બેરીસણા ગામમાં કેમ્પ કરીને PMJAY ના કાર્ડ ધારકોને અમદાવાદ લાવવામાં આવ્યા હતા. જેમને પગમાં દુખતું હોય કે આંખમાં દુખતું હોય તેમની એન્જિગ્રાફી કરી 9 દર્દીઓને એનજીઓ પ્લાસ્ટી કરી દેવામાં આવી હતી. જેમાંથી બે ગ્રામજનોના મોત થતાં સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. ત્યાર પછી બે ડોક્ટરો સહિત સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હાલના તબક્કે ખ્યાતિ હોસ્પિટલ સાથે સંકળાયેલા ઘણા ડોક્ટરો અને સ્ટાફના નિવેદનો લેવાની કામગીરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે.








