Rajkot news: રાજકુમાર જાટના મોતનો મામલો; ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટને કોર્ટે આપી મંજૂરી
ગોંડલમાં યુવક રાજકુમાર જાટના મોત મામલે કોર્ટે પોલીસને ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની મંજૂ

ગોંડલમાં યુવક રાજકુમાર જાટના મોત મામલે કોર્ટે પોલીસને ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની મંજૂરી આપી દીધી છે. પોલીસે કોર્ટ સમક્ષ ગણેશ જાડેજાના નાર્કોટેસ્ટની માંગ કરતી અરજી કરી હતી, જે કોર્ટે સ્વીકારીને મંજૂર કરી છે.
ગણેશ જાડેજાએ પોતાનો નાર્કો ટેસ્ટ કરવા પોલીસને જણાવ્યું
ગોંડલમાં યુવક રાજકુમાર જાટના મોત મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. પોલીસને ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની મંજૂરી મળી છે. પોલીસે કોર્ટ સમક્ષ ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની મંજૂરી માટે અરજી કરી હતી. જેને કોર્ટે મંજૂર કરી છે. મહત્વનું છે કે ગણેશ જાડેજાએ પોતાનો નાર્કો ટેસ્ટ કરવા પોલીસને જણાવ્યું હતું અને સહમત પણ થયા હતા. મહત્વનું છે કે કેસની તપાસ દરમિયાન ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ સહિત કુલ 13 શખ્સોની સંડોવણી હોવાના સંકેતો સામે આવી છે. આ સમગ્ર કેસની તપાસ સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ કરી રહ્યા છે.




