મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટની માલધારી દીકરીનો ડંકો, ટ્યુશન વગર ધોરણ 12માં મેળવ્યા 99.85PR

આજરોજ રાજ્યમાં ધોરણ 12 કોમર્સનું પરિણામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્ર

રાજકોટની માલધારી દીકરીનો ડંકો, ટ્યુશન વગર ધોરણ 12માં મેળવ્યા 99.85PR

આજરોજ રાજ્યમાં ધોરણ 12 કોમર્સનું પરિણામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્રના નાણાંકડ ગામમાં રહેલી માલધારી દીકરીએ સમગ્ર રાજ્યમાં ડંકો વગાડ્યો છે. કડોદરા ખુશ્બુ નામની વિદ્યાર્થિનીએ ધોરણ 12માં 99.85PR મેળવ્યા હતા. ટ્યુશન વગર જાત મહેનતે ઉચ્ચ પરિણામ લાવી પોતાના સમાજ અને શાળાનું નામ રોશન કર્યું હતું.

પશુપાલનની સાથે મહેનત કરી મેળવ્યા 99.85PR મેળવ્યા

આજે ધોરણ ૧૨ કોમર્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રના ધોરાજી તાલુકાના મોટીમારડ ગામમાં સામાન્ય કુટુંબની દીકરીએ ઉચ્ચ પરિણામ મેળવ્યું હતું. ગામમાં રહેતી માલધારી સમાજની દીકરી ખુશ્બુ કડોદરાએ ધોરણ 12 કોમર્સમાં 99.85PR અને ત્રણ વિષયમાં 100માંથી 100 ગુણ મેળવ્યા હતા. માલધારી સમાજની દીકરીએ પશુપાલનની સાથે ભણતરમાં મહેનત કરી આ પરિણામ પ્રાપ્ત કર્યું હતું.

ટ્યુશન વગર જાત મહેનતે વિદ્યાર્થિનીએ ઉચ્ચ પરિણામ મેળવ્યું

વિદ્યાર્થિની ખુશબુએ કોઈ પણ ટ્યુશન રાખ્યા વગર માતા પિતા અને પરીવારનો ખુબ સહકાર તથા શાળાના શિક્ષકોનાં માર્ગદર્શનથી આ પરિણામ મેળવ્યું છે. પશુપાલનની સાથોસાથ પોતાની ભારે તનતોડ મહેનત અને દ્રઢ સંકલ્પથી આ પરીણામ લાવી શકી હતી. ધોરણ 12 કોમર્સમાં આટલું સુંદર પરિણામ લાવી પોતાના પરિવાર અને સમાજ તેમજ મોટીમારડ ગામ સાથે પોતાની શાળા પરીશ્રમ સ્કુલ મોટી મારડનું નામ રોશન કર્યું હતું.

આ સમાચાર શેર કરો