મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot news: રાજકોટની ગોકુલ હોસ્પિટલ ફરી વિવાદમાં, બે યુનિટને જોડતો બ્રિજ બનાવવાની મંજૂરી કોણે આપી? 

Rajkot news: રાજકોટના વિદ્યાનગર મેઇન રોડ પર આવેલી ગોકુલ હોસ્પિટલ ફરી વિવ

Rajkot news: રાજકોટની ગોકુલ હોસ્પિટલ ફરી વિવાદમાં, બે યુનિટને જોડતો બ્રિજ બનાવવાની મંજૂરી કોણે આપી? 

Rajkot news: રાજકોટના વિદ્યાનગર મેઇન રોડ પર આવેલી ગોકુલ હોસ્પિટલ ફરી વિવાદમાં સપડાઈ છે. ગોકુલ હોસ્પિટલના બંને યુનિટને જોડતા બ્રિજને ફાયર NOC લેવાની શરતે મંજૂરી આપવામાં આવી હતી.  RMCના ફાયર વિભાગના કહેવા મુજબ હોસ્પિટલ પાસે NOC નથી.આ બ્રિજને લઈને RTIમાં ચોકાવનારા ખુલાસા થયાં છે.   

રાજકોટના વિદ્યાનગર મેઇન રોડ પર આવેલી ગોકુલ હોસ્પિટલ ઉપર આવેલા બ્રિજ પર મનપા અધિકારીઓનું 6 વર્ષ સુધી ધ્યાન ન ગયું તે કેવી રીતે શક્ય છે તે સવાલ ઉભો થયો છે. સરકારના GDCRથી ઉપરવટ જઈને ઠરાવ કરી રોડ વચ્ચે 2 બિલ્ડીંગને જોડતો બ્રિજ બનાવવાની મંજૂરી અપાઈ હતી. બ્રિજ માટે ફાયર NOC અપાયું નથી તો કોની રહેમ નજર હેઠળ જાહેર રસ્તા પર હોસ્પિટલના બે યુનિટ વચ્ચે બ્રિજ બનાવવામાં આવ્યો છે તે સવાલ ઉભો થયો છે. RMC આ બ્રિજને લઈને કોઈ ઠોસ પગલા લેશે કે કોઈ દુર્ઘટના બને તેની રાહ જોશે?    

થોડા સમય પહેલા પણ આ હોસ્પિટલ વિવાદમાં આવી હતી. રાજકોટ મનપા દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરીને આ બ્રિજ બનાવવાની મંજૂરી અપાયાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો. 

આ સમાચાર શેર કરો