Rajkotની દીકરીનું વૈશ્વિક કક્ષાએ બેસ્ટ એથલીટ બનવાનું સપનું રોળાયું
ભુવનેશ્વરની કીટ યુનિવર્સિટીની ગંભીર ભૂલના કારણે રાજકોટની દીકરીનું સપનું રોળાયું

ભુવનેશ્વરની કીટ યુનિવર્સિટીની ગંભીર ભૂલના કારણે રાજકોટની દીકરીનું સપનું રોળાયું છે. કીટ યુનિવર્સિટીએ જર્મનીમાં વિશ્વભરના ખેલાડીઓ વચ્ચેની સ્પર્ધામાં મેડલનું સ્વપ્ન લઈને બેઠેલી દેવયાનીબા ઝાલાની આયોજન ભુવનેશ્વર સ્થિત કીટ યુનિવર્સિટી દ્વારા એન્ટ્રી જ કરવામાં ન આવી.
દેવયાનીબા ઝાલા એથ્લેટિક્સની પ્લેયર હતી. આ મધ્યમ વર્ગની દીકરીએ છેલ્લા 15 વર્ષથી સવાર સાંજ આઠ કલાકની પ્રેક્ટિસ કરતી હકી. એશિયન ગેમ્સ,ઓલમ્પિક, કોમનવેલ્થમાં વૈશ્વિક કક્ષાએ બેસ્ટ એથલેટ બનવાનું તેનું સ્વપ્ન હતું. આ ખેલાડીને અઢી લાખનો ખર્ચ કરી જર્મની મોકલી હતી, અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પણ વિશ્વસ્તરે મેડલની આશા હતી. પરંતુ કીટ યુનિવર્સિટીએ આ ખેલાડીની એન્ટ્રી જ કરી જેના કારણે તેનું સપનું રોળાયું. ત્યારે હવે આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કીટ યુનિ.નો ખૂલાસો પૂછ્યો છે. સાથે જ ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીએ CM -PMને ઈ મેઈલ કરી દીકરીને થયેલા અન્યાયની જાણ કરી. દેવયાનીબા ઝાલાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 400 મીટર દોડમાં ઇન્ટર કોલેજ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ, ઓલ ઇન્ડિયા ઇન્ટરવ યુનિવર્સિટી સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ અને નેશનલ ગેમમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.વર્લ્ડ યુનિવર્સિટી માટે ક્વોલિફાઇ થયેલી એથ્લેટિક્સની ખેલાડી દેવયાનીબા વિશ્વ સ્તરે મેડલ મેળવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ રોશન કરવા માટે થનગની રહી હતી. આ ખેલાડીની એન્ટ્રી જ ન કરી ગંભીર બેદરકારી દાખવવામાં આવતા ખેલાડીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી ને પણ મામલાની જાણ કરવામાં આવી.આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લીગલ એક્શન લેવા માટે પણ તૈયાર હોવાનુ જાહેર કરાયું છે.
આ સમગ્ર મામલે દેવયાનીબાના પિતા મીડિયા સમક્ષ આવ્યા છે. દેવયાનીબાના પિતા મહેન્દ્રસિંહ ઝાલાએ કહ્યું કે, મારી પુત્રી વર્લ્ડ યુનિવર્સિટીમાં 400 મીટરની દોડમાં મેડલની દાવેદાર હતી, પણ ભુવનેશ્વરની કીટ યુનિવર્સિટીની બેદરકારીને કારણે મારી દીકરી નું સ્વપ્ન રોળાઈ ગયું છે. વર્લ્ડ યુનિવર્સિટી સુધી પહોંચવા માટે છેલ્લા સાત વર્ષથી મારી દીકરી તનતોડ મહેનત કરી રહી હતી. છેલ્લા પાંચ વર્ષથી ખેલ મહાકુંભમાં ગોલ્ડ મેડલ મેળવી રહી હતી. તેનો 53.17 સેકન્ડનો પર્સનલ બેસ્ટ રેકોર્ડ હોવા છતાં તેને વલ્ડ યુનિવર્સિટી ગેમમાં રમવા દેવામાં આવી નહીં. ભારતમાં 400 મીટર દોડમાં પસંદગી પામેલી બે ખેલાડીઓમાંથી તે એકમાત્ર ખેલાડી હતી. આ ભૂલ નહીં પરંતુ ષડયંત્ર હોય તેવું લાગે છે,મારી દીકરીને ન્યાય મળે તેવી માંગણી છે કારણ કે તેનું સ્વપ્ન ઓલમ્પિક સુધી પહોંચવાનું છે






