Rajkotમાં વ્યસ્ત રસ્તા પર યુવાનોએ રમ્યા ગરબા, Video થયો વાયરલ
રાજકોટ શહેરમાં યુવાઓનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ જાહેર રસ્તા પર ગરબા રમતા જોવા મળી રહ્યા છે. શહેરની ભાગોળે આવેલા અટલ સરોવર બહાર, નવા બનેલા 150 ફૂટ રીંગ રોડ જેવા વ્યસ્ત માર્ગ પર યુવાઓએ ટ્રાફિકની પરવા કર્યા વિના ગરબા રમીને જોખમી કૃત્ય કર્યું છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોએ નાગરિકોમાં ગંભીર ચિંતા જગાવી છે. આ ૧૫૦ ફૂટ રીંગ રોડ મુખ્ય અને ઝડપી માર્ગ છે, જ્યાં સતત વાહનોની અવરજવર રહે છે. આવા વ્યસ્ત રોડ પર ગરબા રમવાથી ગંભીર અકસ્માત સર્જાવાની પૂરેપૂરી સંભાવના છે. સવાલ એ થાય છે કે, જો આ કૃત્યના કારણે કોઈ મોટો અકસ્માત થાય, તો તેની જવાબદારી કોની રહેશે?
અગાઉ પણ સ્ટંટની ઘટનાઓ
આ પહેલીવાર નથી જ્યારે યુવાઓએ આ રોડ પર બેદરકારીભર્યું વર્તન કર્યું હોય. અગાઉ પણ નવા 150 ફૂટ રીંગ રોડ પર યુવાઓ બાઇક પર જોખમી સ્ટંટ કરતા જોવા મળ્યા હતા, જેના વીડિયો પણ વાયરલ થયા હતા.

