Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO: Moneylenders terrorize Rajkot, young man's hands and legs broken, brother missing from home for 8 days

VIDEO: રાજકોટમાં વ્યાજખોરોનો આતંક, યુવકના હાથ-પગ તોડી નાખ્યા, ભાઈ 8 દિવસથી ઘરેથી ગુમ

Timeછેલ્લું અપડેટ : 08 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

 VIDEO: રાજકોટમાં એકવાર ફરી વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. જેમાં એક યુવકના ઘરે જઈ વ્યાજખોરોએ હાથ-પગ તોડી નાખ્યાનું સામે આવ્યું છે. આ યુવકે એક કરોડ વ્યાજે લીધા હતા પરંતુ વ્યાજખોરો આ યુવક સામે એક કરોડના 10 કરોડ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા યુવકના પરિવાર પર જાણે આફત આવી હોય તેમ યુવકનો બીજો ભાઈ છેલ્લા આઠ દિવસથી ઘરેથી ગુમ થયાનું સામે આવ્યું છે. જ્યારે ભાવેશ મકવાણા અને વિજય મકવાણા નામના વ્યાજખોરો ફરિયાદીના ઘરે રોજ ઉઘરાણી કરીને પરિવારને રંજાડવાનું શરૂ કર્યું હતું.

App Store

આખરે યુવકના ઘરે જઈ આ વ્યાજખોરોએ યુવકના બંને હાથ-પગ ભાંગી નાખ્યા હતા. તેમજ બીજા પુત્રને ધમકી આપતા આખરે યુવકે 8 દિવસ અગાઉ ઘરેથી ગુમ થઈ ગયો હતો. આખરે કંટાળીને આ પીડિત પરિવારે મેટોડા પોલીસ મથકમાં જઈ વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ તેમને જણાવ્યું કે, અમને ન્યાય નહિ મળે તો અમે આખું ઘર સામૂહિક આત્મહત્યા કરીશું.