Video/ Rajkot માં બાર કાઉન્સિલ ચૂંટણીમાં ઉમેદવાર દિલીપ પટેલ સામે ફરિયાદ, ઉમેદવારી રદ કરવાની માંગ
રાજકોટ: ગુજરાત હાઈકોર્ટ અને બાર કાઉન્સિલની ચૂંટણીઓ વચ્ચે રાજકોટના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજકોટના જાણીતા સિનિયર એડવોકેટ અને ઉમેદવાર દિલીપ પટેલ સામે આચારસંહિતા ભંગની ગંભીર ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
શું છે સમગ્ર વિવાદ?
સરકારી વકીલ (AGP) રક્ષિત કલોલા દ્વારા આ ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદ મુજબ, દિલીપ પટેલે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (BCI) અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત (BCG) ના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કર્યું છે. આરોપ છે કે મતદાન મથકની 100 મીટરની મર્યાદામાં પ્રતિબંધ હોવા છતાં પ્રચાર કરવામાં આવ્યો. પોતાના ફોટા વાળી ચિઠ્ઠીઓ અને અન્ય પ્રચાર સાહિત્ય રાખીને નિયમોનો ભંગ કર્યો.
BCI અને BCG માં લેખિત રજૂઆત
રક્ષિત કલોલાએ આ મામલે પુરાવાઓ સાથે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં લેખિત ફરિયાદ કરી છે. તેમણે માંગ કરી છે કે નિયમોના ભંગ બદલ દિલીપ પટેલની ઉમેદવારી તાત્કાલિક રદ કરવામાં આવે.
ચૂંટણીના માહોલ વચ્ચે સિનિયર એડવોકેટ સામે થયેલી આ ફરિયાદને પગલે કાયદાકીય આલમમાં અનેક ચર્ચાઓ જાગી છે. હવે જોવાનું એ રહેશે કે બાર કાઉન્સિલ આ પુરાવાઓના આધારે ઉમેદવાર સામે કેવા પગલાં ભરે છે.

